મુખ્યમંત્રી રૂપાણીએ ર૦-ર૦ રમવામાં બાળ મૃત્યુદર ઊંચો કરી દીધો : મોઢવાડિયા

અમદાવાદ, તા.૬
ગુજરાતમાં નવજાત બાળકોનાં મોત મામલે અર્જુન મોઢવાડિયાએ મુખ્યમંત્રી રૂપાણીનાં અગાઉના ૨૦-૨૦ મેચવાળા નિવેદનને લઈ તેમના પર પ્રહાર કર્યા હતા. મોઢવાડિયાએ કહ્યું કે, ૨૦-૨૦ રમવામાં બાળ મૃત્યુદર ઊંચો કરી દીધો છે. સરકારી શાળાઓ બંધ કરવાનો આંકડો ઊંચો કર્યો છે. જનતાએ આવું શાસન કરવા માટે મેન્ડેટ આપ્યો નથી. આટલેથી ન અટકતાં મુખ્યમંત્રી ૨૦-૨૦ રમવા માટે નહીં નાઈટ વોચમેન તરીકે આવ્યા છે. અર્જુન મોઢાવાડિયાએ કહ્યું કે, ગુજરાત સરકારે પોતે આપેલા આંકડા જોયા હોય તો રાજસ્થાનની વાત ન કરે. ગુજરાતમાં ૪૧ ટકા બાળકો કુપોષિત છે. સમગ્ર દેશમાં મુખ્ય પાંચ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. ૨૨ ટકા બાળકો સમગ્ર રાજ્યમાં આ પ્રમાણે મૃત્યુ પામે છેઃ. ૨૩ વર્ષથી સત્તામાં હોવા છતાં ભાજપ સરકાર બાળકોને બચાવી નથી શકતી. મુખ્યમંત્રીએ રાજકોટની જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપવું જોઈએ. જે મુખ્યમંત્રી પોતાના વિસ્તારના બાળકોને બચાવી ન શકે તે ગુજરાતના બાળકોને ન બચાવી શકે. ઉદ્યોગપતિના અર્થતંત્રની ચિંતા કરવાના બદલે ગુજરાતના લોકોના આરોગ્યની ચિંતા કરવી જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks