અમરિન્દરનો સંરક્ષણ મંત્રી નિર્મલા પર પ્રહાર : લશ્કરનું કામ યુદ્ધની તાલીમ આપવાનું છે, સંરક્ષણ સંસાધનોને ન વેડફો

(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
મુંબઈના એલ્ફિસ્ટન રોડ સ્ટેશન પર રેલવેના ફૂટ ઓવર બ્રિજના નિર્માણનું કામ લશ્કરને સોંપવાના કામની ઉગ્ર ટીકા કરતાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ પર પ્રહાર કરતાં એવું કહ્યું કે લશ્કરનું કામ યુદ્ધની તાલીમ આપવાનું છે, સંરક્ષણ સંસાધાનોને વેડફવાનું બંધ કરો. તેમણે કહ્યું લશ્કરનું કામ દેશની રખેવાળી કરવાનું જે નહીં કે નાગિરકો માટેના કામો કરવાનું. સંરક્ષણ સંસાધાનોને સામાન્ય નાગરિકોના કામોમાં ન લગાડો. રેલવે મંત્રી પિયુષ ગોેયેલ, સંરક્ષણ મઁંત્રી નિર્મલા સીતારમણ સાથે એલ્ફિસ્ટન રોડ સ્ટેશનની મુલાકાત લેનાર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે મંગળવારે સવારે જાહેરાત કરતાં કહ્યું કે ભારતીય લશ્કરે રેલવે માટે ફૂટ ઓવર બ્રિજ બાંધવાની ઓફર કરી છે. લશ્કરની એન્જિનિયરિંગ પાંખ દ્વારા નવા બ્રિજનું બાંધકામ કરવામાં આવશે અને તે ફેબ્રુઆરી ૨૦૧૮ સુધીમાં બનીને તૈયાર થઈ જશે. બીજા એક ટ્‌વીટમાં તેમણે કહ્યું કે ૧૯૬૨ ના ભારત-ચીન યુદ્ધમાં જનરલ કોલે ૪ થી ડિવિઝન સાથે જે કામ કર્યું તે કામ તમે કરી રહ્યા છો. આ કામને ટાળવાની જરૂર છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલાએ ટ્‌વીટ કરીને કહ્યું કે છેલ્લી ઘડીએ અને ઈમરજન્સીમાં જ લશ્કરને મદદ માટે બોલાવવાનું હોય. હવે લાગે છે કે તે હવે સ્પીડ ડાયલ માટે નંબર ૧ પર છે. નિર્મલા સીતારમણે કહ્યું કે આ કેસની તાકીદતાને ધ્યાનમાં રાખીને આવો નિર્ણય લેવામાં આવ્યો છે. લશ્કરનું મુખ્ય કામ સરહદની રખેવાળી કરવાનું છે પરંતુ કામની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેને આ કામ સોંપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે એલ્ફિસ્ટન રોડ સ્ટેશન પર બનેલી ઘટના એટલી ગંભીર હતી કે અમારે તાકીદે નિર્ણય લેવો પડ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશે કહ્યું કે આ કામ ફેબ્રુઆરી ૨૦૧૮ સુધીમાં પૂર્ણ થઈ જશે તેવું મને કહેવામાં આવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks