ગોંડલ,તા.૧
સામાન્ય રીતે પશુઓમાં જોવા મળતો બ્રુસેલા તાવ ગોંડલના હડમતાળા ગામની ૪ વર્ષની બાળકી કૃપાલી જસમતભાઇ ગમારામાં જોવા મળ્યો છે. આથી તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બાળકીના રિપોર્ટમાં બ્રુસેલા તાવ જોવા મળ્યો છે. આથી આરોગ્ય વિભાગની ટીમ હડમતાળા ગામે દોડી જઇ ઘરે ઘરે દવાનો છંટકાવ અને પશુઓને રસી આપવાની કામગીરી હાથ ધરી છે.
કૃપાલીને છેલ્લા થોડા દિવસોથી તાવ આવતો હોય ત્રણથી ચાર ગોંડલની હોસ્પિટલમાં નિદાન કર્યું હતું. છતાં તાવ ઉતરતો ન હોય અને આજે વધુ તબીયત લથડતા રાજકોટ ખસેડાઇ હતી અને રિપોર્ટમાં બ્રુસેલા તાવ નોંધાયો હતો. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આ તાવ પશુઓમાં જોવા મળે છે. આ તાવ પશુઓના દૂધ અને સુવાસથી લાગુ પડે છે. આ અંગેની પશુ ડોક્ટરોને જાણ કરવામાં આવી હતી અને સમગ્ર ટીમ દોડી ગઇ હતી.
પશુપાલન સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલાં પશુપાલકોને પણ આ રોગ થઇ શકે છે અને તેના લીધે સતત એકાતરા દિવસે તાવ આવવો, વૃષણમાં સોજા આવવા જેવા લક્ષણો જોવા મળે છે.
બ્રુસેલા તાવના લક્ષણો
પશુપાલન સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલાં પશુપાલકોને પણ આ રોગ થઇ શકે છે અને તેના લીધે સતત એકાતરા દિવસે તાવ આવવો, વૃષણમાં સોજા આવવા જેવા લક્ષણો જોવા મળે છે. આધુનિક સમયમાં જેમ પશુપાલન ક્ષેત્રની વધુમાં વધુ પ્રગતિની સાથે વધતાં દૂધ ઉત્પાદનની સાથે સાથે પશુઓમાં અને પશુઓમાંથી માણસોમાં ફેલાઈ શકતો બ્રુસેલા તાવ રોગના લીધે દૂધ ઉત્પાદન અને માનવીના સ્વાસ્થ્ય પર માઠી અસર થાય છે. એક ડોક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું બ્રુસેલા રોગમાં પશુઓનાં રોગના લીધે પાંચમા કે છઠ્ઠા મહિનાની ગર્ભાવસ્થામાં પશુઓમાં ગર્ભપાત થવાના લીધે નવા દૂધાળા પશુઓની સંખ્યા વધતી નથી, તેમજ દૂધ ઉત્પાદન પણ થતું નથી. છેલ્લા પંદર દિવસ થી સતત તાવના લીધે પરિવારમાં પણ ચિંતા છવાઈ હતી. રાજકોટ બાદ ગોંડલની શ્રી રામ હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસથી સારવાર અર્થે દાખલ થયેલ કૃપાલીની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે.