ઉના, તા. ૧૯
વરસાદી પાણી ભરાવાના કારણે અસરગ્રસ્ત ગામો પૈકી માણેકપુર ગામના શ્રી લક્ષ્મીબેનના ટેલીફોનિક મેસેજ અન્વયે ગામલોકોને ઈમરજન્સી સારવાર અંગે એનડીઆરએફની ટીમ સાથે બીએચઓ ડૉ. ચુડાસમા તથા તેમની મેડિકલ ટીમ ૧૭ઃ૦૦ કલાકે રવાના કરવામાં આવેલ. જે ટીમ પાણી વચ્ચે થઈને હોડી મારફતે માણેકપુર ગામે પહોંચીને નીચે મુજબની કામગીરી કરેલ છે. બે સગર્ભા મહિલાઓનો ડૉ. ચુડાસમા તથા મેડિકલ ટીમ દ્વારા સંપર્ક કરાતા પ્રસુતિની પ્રાથમિક સારવાર આપવામાં આવેલ. ૧ દર્દીને હૃદય (કાર્ડિયાક) ઓપરેશન કરાવેલ હોય જે દર્દીને પ્રાથમિક તપાસ કરી સારવાર આપેલ છે. ર૭ વ્યક્તિઓને સામાન્ય તાવ-શરદી જણાતા તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવેલ છે. ૧રપ વ્યક્તિઓને પાણીના કારણે પગની તકલીફ જણાતા પ્રાથમિક સારવાર આપવામાં આવેલ છે. ૮૦ વ્યક્તિઓના પગ સતત પાણીમાં રહેવાથી ઈન્ફેકશન જણાતા સામાન્ય ડ્રેસીંગની સારવાર આપવામાં આવેલ છે.