ચપ્પુની ધારે સગીરા પર બળાત્કાર ગુજારનાર આરોપી સહિત બે ઝડપાયા

બોડેલી,તા.૪
બોડેલી તાલુકાના એક ગામની સગીરા સાથે દુષ્કર્મ આચરેલ આરોપી અને તેનો મદદગાર બન્નેને બોડેલી સી.પી.આઈ.એ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બોડેલી પાસેના એક ગામની બે કિશોરીઓને ઝંડ મંદિર દર્શન કરવાના બહાને એક કિશોરીનો મામાનો છોકરો અને તેનો મિત્ર જીતેન્દ્ર મોટર સાયકલ પર બેસાડી ઝંડ વિસ્તારના જંગલમાં એક કિશોરી સાથે કિશોરે ચપ્પુની ધારે બળાત્કાર કરી બોડેલી છોડી દીધા બાદ બન્ને કિશોરીઓ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાની કોશિશ કરી હતી. જ્યારે દુષ્કર્મનો શિકાર બનેલ કિશોરીએ પોલીસ ફરિયાદ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી અને આ કેસની તપાસ કરતા બોડેલી સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટરે દુષ્કર્મ કરનાર કિશોર અને તેનો સાથીદાર મદદગારી કરનાર જીતેન્દ્રની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks