આરોપીને પકડવાની ખાતરી બાદ મૃતકના પરિવારજનોએ લાશો સ્વીકારી

સંજેલી,તા.ર
સંજેલી તાલુકાના ગસણી ગામે નિશાળ ફળિયા વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ દલસીંગભાઈ વળવાઈ લાલભાઈ દલસીંગભાઈ વળવાઈએ ગામમાં જ રહેતા અને કચ્છના અંજાર ગામે આવેલી ખેડોઈ ગામે ખેતીથી ભાગે કામ કરવા ગયેલા, દંપતિનું સમાજના રીતરિવાજ મુજબ દિવાળીની વિધિ કરવા આવેલા દંપતિની કુવાડીના ઘા મારી હત્યા કરી તેમજ તેમના પતિને ગંભીર ઈજા કરી બન્ને આરોપી ફરાર થઈ ગયા હતા.
સંજેલી તાલુકામાં પહેલીવાર જ હત્યાનો બનાવ બનતા લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે. મંગળવારના રોજ રમીલાબેન રામસીંગભાઈ બારિયાની (ઉ.વ.૪પ)નું તલવાર અને કુવાડીથી ઘા મારી હત્યા કરી નાખી હતી. તેમજ તેમના પતિ રામસીંગભાઈ બારીએ માથાના ભાગે ગંભીર ઈજા કરી અરવિંદ તેમજ દલસીંગ વળવાઈ અને આરોપી ફરાર થઈ ગયા હતા રામસીંગભાઈને ગંભીર રીતે વાગતા દાહોદથી અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા.
આજરોજ ગુરૂવારના રોજ મૃત્યુ પામેલ રમીલાબેનની અંતિમવિધિ સમયે પરિવારજનો દ્વારા જયાં સુધી હત્યા કરનાર આરોપીને પકડવામાં નહીં આવે ત્યાં સુધી અંતિમવિધિ નહી કરવામાં આવે તેવી જીદ પકડવામાં આવી હતી. પી.એસ.આઈ. દ્વારા આરોપીને ઝડપી પાડી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી. તેમજ આરોપીને પકડાય નહી ત્યાં સુધી અહીયા બંદોબસ્ત મુકવા માટેની પણ બાંહેધરી આપવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks