મોગર પાસે ફાયનાન્સરની હત્યાનો ભેદ ઉકેલાયો : આરોપીની ધરપકડ

(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૪
આણંદ તાલુકાનાં મોગર પાસે ગત સોમવારે રાત્રીનાં સુમારે કાર લઈને પસાર થઈ રહેલા ફાઈનાન્સર પર તીક્ષ્ણ હથીયારનાં ધા ઝીંકી કરાયેલી કરપીણ હત્યાનાં બનાવમાં પોલીસે ગણતરીનાં કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખી વ્યાજે લીધેલા પૈસા બાબતનાં વિવાદમાં ફાઈનાન્સરની હત્યા કરનાર પ્રોઢ આરોપીને પોલીસે ઝડપી પાડી વધુ પુછપરછ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં ફાઈનાન્સનો વ્યવસાય કરતા સોમાભાઈ ઈશ્વરલાલ ઠક્કર પોતાની કાર લઈને વાસદ પોતાનાં ધરે પરત જઈ રહ્યા હતા ત્યારે મોગર ગામ નજીક અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે નં.૮ પર અજાણ્યા હત્યારાએ તેઓની કાર આંતરીને તેઓનાં ગળા પીઠ અને પેટનાં ભાગે ચપ્પુનાં ધા ઝીંકી કરપીણ હત્યા કરી હતી, દરમિયાન આણંદની લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસને જાણવા મળ્યું હતું કે આણંદ શહેરમાં ૧૦૦ ફુટ રોડ પર આવેલી કલહંસી સોસાયટીમાં રહેતા રણછોડભાઈ ભુરાભાઈ પ્રજાપતીને છેલ્લા ધણા વર્ષોથી સોમાભાઈ ઠક્કર સાથે પૈસાની લેતી દેતી બાબતે ઝધડો ચાલે છે,તેમજ સીસી ટીવી કેમેરાનાં ફુટેજમાં દેખાતી શંકાસ્પદ કાર પણ રણછોડભાઈની જ હોવાનું જણાતા પોલીસે રણછોેડભાઈ ને પકડીને લોકલ ક્રાઈમ બ્રાંચની ઓફીસમાં લાવી ઝીણવટભરી પુછપરછ ગત સોમવારે સોમાભાઈ પોતાની ઓફીસ બંધ કરી ધરે જવા નિકળ્યો હતો ત્યારે રણછોડભાઈએ તેનો પોતાની કારમાં પીછો કરી મોગર નજીક કાર આંતરીને તેને કોર્ટનાં કેસમાં સમાધાન કરી લેવા વિનવણીઓ કરી હતી પરંતુ સોમાભાઈએ બે લાખ આપે તો જ સમાધાન કરવાની વાત કરી હતી,જેથી રણછોડભાઈ ઉસ્કેરાઈ ગયો હતો અને ગુસ્સામાં આવી તેણે સોમાભાઈ પર ધારદાર છરી વડે હુમલો કરી ઉપરા છાપરી છરીનાં ધા ઝીંકી કરપીણઁ હત્યા કર્યા બાદ સોમાભાઈ પોતાની કાર લઈને ધરે પરત આવી ગયો હતો,આણંદની લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસનાં પીએસઆઈ એન ડી નકુમ અને વાસદનાં પીએસઆઈ ડી બી વાળાએ ગણતરીનાં કલાકોમાં હત્યાનાં ગુનાનો ભેદ ઉકેલી નાખી આરોપીની ધરપકડ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts