સુરત. ૨૫
મહિલા સુરક્ષા અંગેના કડક કાયદા છતા દેશભરમાં બળાત્કારના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. સરકારે સંસદમાં આપેલી માહિતી અનુસાર વર્ષ-ર૦૧૪થી ર૦૧૬ દરમ્યાન દેશભરમાં બળાત્કારના ૧,૧૦,૩૩૩ મામલા નોંધાયા છે. મહિલા સશક્તિકરણ, બેટી બચાવોના નારા વચ્ચે દબાઈ જતા મહિલાના અવાજને ગંભીરતાથી લેવાનો સમય હવે આવી ગયો છે.
ખાસ કરીને ગુજરાતમાં મહિલાઓ પર અત્યાચારના કેસો ખૂબ જ વધી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી ૧૩૭પ૪ મહિલાઓ ગુમ છે અને ૧૮૮૭ જેટલા દુષ્કર્મના કેસ નોંધાયા છે. સલામત ગુજરાતમાં મહિલાઓ અસલામતી અનુભવી રહી હોય એવુ આંકડા જોતા લાગે છે.
કોઈપણ બળાત્કારના કેસમાં તપાસ નિષ્પક્ષ રીતે આગળ વધે અને તટસ્થ મહિલા કાઉન્સેલરોની હાજરીમાં પીડિતાની માનસિક પરિસ્થિતિ ધ્યાને લઈને પૂછપરછ થવી જોઈએ અને આરોપીઓની સમયસર ધરપકડ થવી જોઈએ. અમને ન્યાયતંત્ર પર પુરો વિશ્વાસ છે અને બળાત્કારના દરેક કેસમાં સમયસર તપાસ પૂર્ણ થવી જોઈએ અને કસુરવારને સજા પણ થવી જોઈએ જેથી મહિલાઓને ન્યાયતંત્ર પર વિશ્વાસ જળવાઈ રહે એમ સુરત શહેર મહિલા કોંગ્રેસની યાદીમાં જણાવાયું છે.