National

સરકારે ઉર્જિત પટેલને રાજીનામું આપવા કહ્યું ન હતું : અરૂણ જેટલી

(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૮
ઉર્જિત પટેલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર પદેથી રાજીનામું આપવા મામલે નાણાપ્રધાન અરૂણ જેટલીએ નિવેદન આપ્યું. જેટલીએ કહ્યું કે સરકારે ક્યારેય ઉર્જિત પટેલને રાજીનામું આપવાની માગ કરી નથી. પાછલા થોડા સમયથી આરબીઆઈ અને સરકાર વચ્ચે રોકડ સમસ્યા સહિત અન્ય મુદ્દાઓને લઈને તકરાર ચાલી રહી છે. જેટલીએ એક ખાનગી નેશનલ ન્યુઝ ચેનલના એજન્ડામાં કહ્યું કે સરકારને ચાલુ વર્ષ દરમિયાન આરબીઆઈની આરક્ષિત પૂંજી ભંડારમાંથી એક ફૂટી કોડીની પણ આવશ્યકતા નથી. મહત્વનું છે કે ઉર્જિત પટેલે અચાનક આરબીઆઈ ગવર્નર પદથી રાજીનામું આપ્યા બાદ સરકારે પૂર્વ આઈએએસ અધિકારી શશીકાંત દાસને નવા ગવર્નર બનાવ્યા છે.
આરબીઆઈ ગવર્નરના રાજીનામા બાબત પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં જેટલીએ કહ્યું બોર્ડની મીટિંગમાં મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી અને એ વાત ઉપર સંમતિ સધાઈ હતી કે રિઝર્વ બેંક પાસે અમુક અનામત ભંડોળ હોવો જ જોઈએ એમાં ફેરફાર કરવો નહીં જોઈએ.
આરબીઆઈના ગવર્નરે પોતાના અંગત કારણો જણાવી રાજીનામુ આપ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.