(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
રાહુલ ગાંધી ઉપર તીવ્ર હુમલો કરતા અરૂણ જેટલીએ રાહુલ ગાંધીની બુદ્ધિમતા સામે પ્રશ્ન કર્યો. એમણે કહ્યું બુદ્ધિમતા વારસામાં નથી મળતી પણ એક શીખવાથી મેળવી શકાય છે. રાહુલ ગાંધી કાયમ મોદી વિરૂદ્ધ જ બોલે છે એ તરફ ધ્યાન ખેંચતા જેટલીએ કહ્યું કે, કોંગ્રેસ પક્ષને નરેન્દ્ર મોદી પ્રત્યે વળગણ છે. ફેસબુક પોસ્ટ ઉપર જેટલીએ કહ્યું કોંગ્રેસ વિચારધારા વિનાની બની ગઈ છે. એમને ફક્ત નરેન્દ્ર મોદી સામે અંગત વળગણ થઈ ગયું છે. ગાંધી ભાજપ ઉપર હુમલો કરી કહેતા હતા કે, એમણે ૧૫ મોટા ઉદ્યોગપતિઓની રપ લાખ કરોડની લોન માફ કરી છે અને મુદ્રા યોજનાની પણ ટીકા કરતા હતા. જેટલીએ કહ્યું રાહુલ ગાંધીનો એક જ લક્ષ્ય છે. અમે જે કરીએ એની વિરૂદ્ધમાં જ બોલવું. એમણે દાખલો આપતા જણાવ્યું કે, મોટા ઉદ્યોગપતિઓનો લોનો યુપીએ સરકારના કાર્યક્રમમાં ૨૦૦૮-૨૦૧૪ દરમિયાન અપાઈ હતી. જે ઉદ્યોગપતિઓ નિષ્ફળ થયા છે. એક રાષ્ટ્રીય પક્ષના અધ્યક્ષને બેંકિંગ સિસ્ટમની ખબર હોવી જોઈએ. આ ખૂબ જ ચિંતાનો વિષય છે કે, એમને જાણકારી નથી. આમ પણ રાજવંશી પક્ષોના વારસદારોને રાજકારણ વારસામાં મળી શકે પણ કમનસીબે બુદ્ધિમતા વારસામાં નથી મળતી. એ શીખીને હાંસલ કરવી પડે. શું કોંગ્રેસ પાસે ફક્ત મોદીનો વિરોધ કરવાની જ વિચારધારા બાકી રહી છે. જેટલીએ કોકાકોલાના સ્થાપક વિશે રાહુલની અનભિજ્ઞતા બાબત ટોણો મારતા કહ્યું. એમના વડદાદાએ ભારત એક ખોજ નામક પુસ્તક લખી હતી મને લાગે છે કે, આ દેશને કોકાકોલાની પુનઃ ખોજ જાણવા મળશે.