(એજન્સી) તા.ર૭
ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ શૌરીએ કહ્યું હતું કે, ભારતમાં ગાયના નામે થતી મુસ્લિમોની હત્યા કાશ્મીર માટે વીજળી ત્રાટકવા સમાન છે. આ પ્રકારની ઘટનાઓના કારણે કાશ્મીરીઓ વિચારે છે કે હિંદુઓ દ્વારા મુસ્લિમો પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે અને આ વિચાર કાશ્મીરીઓને ભારતથી વિમુખ કરી દે છે. શૌરીએ કહ્યું હતુંં કે,” તમે કાશ્મીરીઓ પર એ વિચારવા માટે દબાણ કરી રહ્યા છો કે તેઓ ફક્ત મુસલમાન છે અને તે પણ બહાલી પ્રકારના જે તેઓ ચોક્કસપણે નથી. કાશ્મીરીઓ સર્વધર્મમાં સંસ્કૃતિની ઉજવણી કરે છે.”
Facebook
0
Twitter
0