આરૂષી ખૂન કેસમાં નિર્દોષ જાહેર થયેલું તલવાર દંપતી જેલમાં ભાંગી પડ્યું : ‘તેઓ ભેટી પડ્યાં, ત્યારબાદ રડી પડ્યાં’

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૨
આરૂષી-હેમરાજ ડબલ મર્ડર કેસના આરોપી અને ડાસના જેલમાં સજા કાપી રહેલા તલવાર દંપતિને જ્યારે તેમના નિર્દોષ છૂટકારાના અલ્હાબાદના હાઈકોર્ટના ચુકાદાની ખબર કહેવામાં આવી હતી ત્યારે તેઓ ભાંગી પડ્યાં હતા. અને ચોધર આંસૂએ રડી પડ્યાં હતા. તલવાર દંપતિને સૌથી પહેલા આ ખબર આપનાર ડાસના જેલ અધિક્ષક ડીઆર મોર્યે કહ્યું કે જ્યારે હું આ ખબર લઈને રાજેશ તલવાર પાસે પહોંચ્યો ત્યારે તેઓ મને ભેટી પડ્યાં હતા અને પછી ચોધાર આંસૂએ રડી પડ્યાં હતા. રાજેશ તલવારે મને કહ્યું હતુ કે ન્યાય મળ્યો છે. તેમણે કહ્યું કે ડો.નુપૂર તલવાર મોન રહ્યાં પરંતુ તેઓ પણ રડી રહ્યાં હતા. જેલ અધિકારીઓએ કહ્યું કે તલવાર દંપતિ ચુકાદા પહેલા તેમના બેરેકમાં પ્રાર્થના કરી રહ્યાં હતા. અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા તલવાર દંપતિને નિર્દોષ જાહેર કરવામાં આવ્યું હોવાથી શુક્રવારે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવી શકે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks