National

વડાપ્રધાન મોદી પાકિસ્તાન સાથે કામ પાર પાડવામાં અસમર્થ છે, તો તે દિલ્હી પોલીસને કેવી રીતે સંભાળી શકે ? : અરવિંદ કેજરીવાલ

(એજન્સી) બુરાડી, તા.૫
આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા જણાવ્યું કે, તેઓ પાકિસ્તાનને પહોંચી વળવામાં અસમર્થ છે તો તેમની પાસે દિલ્હી પોલીસને સંભાળવાની આશા કેવી રીતે રાખી શકાય છે ? કેજરીવાલે જણાવ્યું કે, જો દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી જાય તો પોલીસ અધિકારી ધારાસભ્યો અને સામાન્ય લોકોની વાતો સાંભળશે. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, “મેં વડાપ્રધાનને મને દિલ્હી પોલીસનો કાર્યભાર આપવા માટે જણાવ્યું છે, પરંતુ તેઓ કહે છે કે, તે તેનું ધ્યાન રાખશે.” કેજરીવાલે બુરાડીમાં વિકાસ કાર્યો માટે આયોજિત એક ઉદ્‌ઘાટન સમારોહમાં જણાવ્યું કે, “વડાપ્રધાન પાકિસ્તાનને પહોંચી વળવામાં અસમર્થ છે, તો તેમને દિલ્હી પોલીસને સંભાળવાની આશા કેવી રીતે રાખી શકાય છે ? તેમણે દિલ્હીના વિકાસ માટે કેન્દ્ર પર અડચણો ઊભી કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે, કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવવા માટે તેમને અનેક તબક્કામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. મુખ્યમંત્રીએ દાવો કર્યો કે, દિલ્હીના લોકો ૧.પ લાખ કરોડ રૂપિયા ઈન્કમટેક્સ આપે છે અને કેન્દ્ર પાસેથી માત્ર ૩રપ કરોડ રૂપિયા મળ્યા છે. અરવિંદ કેજરીવાલે આગળ જણાવ્યું કે, “પહેલાં તો અંગ્રેજોએ અમને લૂંટ્યા અને હવે કેન્દ્ર સરકાર આપણને લૂંટી રહી છે.” તેમણે માંગ કરી કે, કોલેજોમાં એડમિશન માટે અને નોકરીઓમાં પણ દિલ્હીના લોકોને વિશેષ પ્રાથમિકતા મળવી જોઈએ.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.