National

જો દિલ્હીને સંપૂર્ણ રાજ્ય બનાવાય તો હું ભાજપ માટે મતો માગીશ : અરવિંદ કેજરીવાલ

(એજન્સી) નવી દિલ્હી, તા.૧ર
દિલ્હી વિધાનસભામાં દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના સંકલ્પને ધ્વનિ મતથી પસાર કરાયો હતો. વિધાનસભામાં સંકલ્પ ઉપર બોલતા કેજરીવાલે કહ્યું કે જો કેન્દ્ર સરકાર દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપશે તો હું લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરીશ. ભાજપ દિલ્હીને પૂર્ણ રાજ્ય બનાવવાના વચનને ભૂલી ગઈ છે.
એમણે મોદીને પ્રશ્ન કર્યો કે શું દિલ્હીને સંપૂર્ણ રાજ્ય બનાવવાનો વચન માત્ર એક જુમલો હતો. સરકાર બનાવતા પહેલાં મોદીએ આ વચન આપ્યો હતો. પણ આજ સુધી એ વચન પૂરું થયું નથી.
દિલ્હીવાસીઓ દ્વિતીય શ્રેણીના નાગરિકો છે. પોતે કેન્દ્ર સરકારને ચૂંટી શકે છે પણ પોતાની દિલ્હી માટે સરકાર ચૂંટી શકતા નથી. સરકાર ચૂંટાયા પછી ઉપરાજ્યપાલને નિગરાની માટે બેસાડી દેવાય છે. દિલ્હીવાસીઓના મતની કિંમત દિલ્હી માટે શૂન્ય છે. મુખ્યમંત્રીએ ઉપરાજ્યપાલ ઉપર સીધો હુમલો કરતા કહ્યું કે એ બિલ્ડરને જમીન આપી શકે છે કારણ કે ત્યાં પૈસાનું વહીવટ થાય છે. જો દિલ્હીને પૂર્ણ રાજ્ય બનાવાય તો બધા દિલ્હીવાસીઓને ઘર અને નોકરી મળી શકે છે. ત્રણ વર્ષમાં દિલ્હીમાં વીજળી, પાણી અને સ્વાસ્થ્ય સેવાઓમાં સુધારો થયો છે. આ સરળ ન હતું. એલજીના વિરોધો છતાય અમે કામગીરી કરી રહ્યા છીએ. એમણે કેન્દ્ર સરકારની સરખામણી અંગ્રેજો સાથે કરી હતી. કેન્દ્ર સરકાર દિલ્હી પાસેથી દર વર્ષે વેરા પેટે ૧ લાખ ૩૦ હજાર કરોડ લે છે પણ આપે છે ફક્ત ૩રપ કરોડ. જો વસૂલાત કરાયેલ આવકવેરામાંથી ફક્ત ૩૦ ટકા જ આપવામાં આવે તો દિલ્હીને ૪૦ હજાર કરોડ રૂપિયા મળી શકે છે. દિલ્હીવાસીઓએ ભાજપને લોકસભાની સાતેય બેઠકો આપી હતી એ આશા સાથે કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે પણ રાજ્ય સરકારે વચન પૂરૂં કર્યું નથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    NationalPolitics

    ૧૦ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાંEVMસ્ની ફરિયાદો વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ મતદાન ચોથા તબક્કામાં ૯૬ બેઠકો માટે ૬૨ ટકાથી વધુ મતદાન

    પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૫ ટકા અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.