(એજન્સી) તા.ર૩
ઓલ ઈન્ડિયા મજલિસે-ઈત્તેહાદુલ-મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે આક્ષેપ કર્યો હતો કે, અલવર હત્યા કેસમાં પોલીસ ગૌરક્ષકોની મદદ કરી રહી છે. ઓવૈસીએ કહ્યું હતું કે, રાજસ્થાન પોલીસે લીધેલા પગલાંથી મને કોઈ આશ્ચર્ય થયું નથી. પેહલુખાન હત્યા કેસમાં તેમણે આવું જ કર્યું હતું. રાજસ્થાન પોલીસ ગૌરક્ષકોને મદદ કરી રહી છે. આ કેસમાં ગૌરક્ષકો અને પોલીસ એકસાથે સંડોવાયેલા છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે રાજસ્થાનના અલવરમાં ગૌ-તસ્કરીની શંકાથી અકબરખાન નામના નિર્દોષ યુવકની મારમારી હત્યા કરી દેવામાં આવી. અકબરખાન હરિયાણાના મેવલ જિલ્લાનો રહેવાસી હતો.
Facebook
0
Twitter
0