આસામમાં જળપ્રલય : ૧પ લાખ લોકો બેઘર : ૪૭નાં મોત

(એજન્સી) ગૌહાટી, તા.૧૩
રાજધાની દિલ્હી વરસાદની રાહ જોઈ રહી છે ત્યાં સમગ્ર ઉત્તર ભારતમાં પૂર આવી ગયું છે. જ્યાં વરસાદ થોભવવાનું નામ જ નથી લેતો ત્યાં નદીઓ તોફાન પર છે. યુપી, એમપી, ઉત્તરાખંડથી લઈ આસમ સુધી જળપ્રલય જારી છે. આસમમાં સ્થિતિ ખૂબ જ ભયજનક બની છે. જ્યાં પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ અભિયાન વધારી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી લગભગ ૪૬, લોકોનાં મોત થઈ ચૂકયા છે અને ૧પ લાખથી વધુ લોકો બેઘર થયા છે. રાજ્યમાં સ્થિત કાઝીરંગા નેશનલ પાર્કમાં પાણી ઘૂસી જતાં નેશનલ પાર્કમાં સ્થિત યુનીહોર્ન રાઈનો (ગેંડા) માટે ખતરો ઊભો થયો છે. પાણીમાં ફસાયેલા ગેંડા ભાગી શકતા નથી. યુનીહોર્ન રાઈનો માત્ર ભારત, પાકિસ્તાન અને નેપાળમાં જ જોવા મળે છે. રાઈનોને રાઈનો ઓફ કાઝીરંગાના નામથી વિશ્વભરમાં ઓળખવામાં આવે છે.
ભારે વરસાદના કારણે રાજ્યમાં હવે કુલ ૨૪ જિલ્લા પૂરના સકંજામાં આવી ગયા છે. મોતનો આંકડો વધીને ૪૭ ઉપર પહોંચી ગયો છે. પૂરની વિકટ બનેલી સ્થિતિ વચ્ચે આજે કેન્દ્રીય પ્રધાન કિરેન રિજ્જુએ પૂરગ્રસ્ત જિલ્લાઓનુ હવાઇ સર્વેક્ષણ કરીને માહિતી મેળવી હતી. કેન્દ્રિય ગૃહ રાજ્ય પ્રધાન રિજ્જુની સાથે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, નીતિ આયોગ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ટોપના અધિકારીઓ પણ હતા. હવાઇ સર્વે કરતા પહેલા તેઓ લખીમપુરમાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને મળ્યા હતા. લખીમપુરમાં સૌથી વધારે સ્થિતિ વણસી છે. કાલા લખીમપુર જિલ્લામાં ત્રણ લાખથી વધારે લોકો પૂરના સકંજામાં આવી ગયા છે. છેલ્લા બે દિવસથી વરસાદ રોકાઇ ગયો હોવા છતાં સ્થિતિમાં હજુ સુધી સુધારો થઇ રહ્યો નથી. તમામ મોટી નદીઓ અને તેમની સહાયક નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર છે. આસામમાં પૂરની અસર હવે માનવીની સાથે સાથે પ્રાણીઓ પર જોવા મળે છે. ગેન્ડા માટે લોકપ્રિય કાજીરંગા નેશનલ પાર્ક પાણીમાં ડૂબી જતા ગેન્ડા જાહેર રસ્તામાં આવી ગયા છે. કાજીરંગા નેશનલ પાર્કના ૭૫ ટકા વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા છે. ભારે પાણી ભરાઇ જવાના કારણે અનેક વિસ્તારોમાં તો લોકોને છત પર આશ્રય લેવાની ફરજ પડી રહી છે. મોતનો આંકડો વધીને હવે ૪૭ ઉપર પહોંચી ગયો છે. કુલ ૧૭.૨ લાખ લોકોને અસર થઇ છે. પૂરની સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. હજુ સ્થિતિમાં સુધારો થાય તેવી શક્યતા નહીવંત દેખાઇ રહી છે. વરસાદના લીધે લોકપ્રિય કાજીરંગા નેશનલ પાર્કમાં પાણી ભરાઈ ગયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks