મીઠી ખાડી ભયજનક સપાટીથી નીચે વહેતાં અસરગ્રસ્તોને રાહત

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.ર૩
સુરત મહાનગરપાલિકાના ફલ્ડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગતરોજ શહેરની તમામ ખાડીઓ બન્ને કાંઠે વહેતી હતી. લીંબાયત ઝોનમાં પરવત પાટીયા નજીક મીઠીખાડીએ ભયજનક સપાટી ૭.૫૦ મીટરની સપાટીથી ઉપર વહેતી થતા ઓવરફલો થઈ હતી. પરવત પાટિયા પાસે ખાડી કિનારે આવેલ વામ્બે આવાસ સહિત આજુબાજુની અન્ય સોસાયટીઓમાં બેથી ત્રણ ફૂટ જેટલુ ખાડીનું પાણી ભરાયું હતું. આજે સવારે બપોરે ચાર કલાકે મીઠીખાડી ૭.૫૦ મીટરની ભયજનક સપાટીથી નીચે વહેતી થઈ હતી. બપોરે ચાર કલાકે કાકરાખાડીની સપાટી ૫.૪૦ મીટર, ભેદવાડ ખાડીની સપાટી ૫.૩૦ મીટર, મીઠીખાડીની સપાટી ૭.૪૫ મીટર, ભાઠેના ખાડીની સપાટી ૬.૦૦ મીટર અને સીમાડા ખાડીની સપાટી ૧.૭૦ મીટર નોંધાઈ છે. ગત રોજથી સમગ્ર જિલ્લામાં વરસાદનો વિરામ રહેતા આજે ખાડીઓની સપાટીમાં ઘટાડો નોંધાયો છે. મીઠીખાડીની સપાટી ઘટતા સ્થાનિક અસરગ્રસ્તો અને લીંબાયત ઝોન દ્વારા રાહતનો અનુભવ થયો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks