(સંવાદદાતા દ્વારા)
વાપી, તા.૨૭
કેરાલા ખાતે આવેલા ભયાનક પૂરને કારણે જાન-માલને ભારે નુકસાન થયું છે અને હાલમાં સમગ્ર કેરાલાના નાગરિકોને તમામ પ્રકારની મદદની જરૂર હોય છે અને સમગ્ર દેશમાંથી મદદ કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના નાગરિકો તરફથી પણ કેરાલા ખાતે રહેતા પૂરગ્રસ્તો માટે મદદ મોકલવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં આવેલ વાપી શહેરમાં “જમીયતે ઉલેમા-એ-હિંદ” વાપી શહેર તરફથી પણ સેવાની પરંપરા જાળવી રાખી છે અને હાલમાં કેરાલા ખાતે આવેલા પૂરગ્રસ્તો માટે વાપીમાં મસ્જિદોમાં મુસ્લિમ ભાઈઓના સાથ સહકારથી રૂપિયા “ચાર લાખની” રોકડ સહાય મેળવવામાં આવી હતી અને આ ૪ લાખની સહાય રકમ કેરાલામાં ખૂબ જ તકલીફવાળા હોય તેવા જરૂરિયાત હોય તેવા કિસ્સામાં રૂબરૂમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફરીને મળીને આપવામાં આવશે. વાપી જમિયતે ઉલેમા-એ-હિંદ શહેર તરફથી કેરાલાના પૂરમાં જાન-માલનું નુકસાન પામેલા પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફરીને મળીને તેઓના દુઃખમાં સહભાગી થઈ સહાય આપી સહકાર આપવા માટે મૌલાના અરશદમીર, મૌલાના ખલીલ વલસાડવી, મૌલાના મુનાઝ-વાપી, મૌલાના સલીમ મુલ્લા-સલાબતપુરા, શહેજાદ પોપટ-વાપી, કમરૂદીનભાઈ લિંબાયતવાલા, મૌલાના સાજીદ-સોનગઢ, સાથે કુલ સાત સેવાભાવી અલ્લાહની રાહમાં કેરાલા ખાતે ખિદમત કરવા માટે આજરોજ વાપી શહેરથી સહાય લઈ નીકળ્યા છે. કેરાલાના પૂરગ્રસ્તોને મદદરૂપ થવા માટે જમિયતે ઉલેમા-એ-હિંદ વાપીના સર- પરસત ઈદરીસખાન, હનીફ બેલીમ, સલીમ મેમણ, હકીમ અતાઉરહૈમાન અલવી, પ્રમુખ-ઈન્તેખાબખાન, ઉપપ્રમુખ-ફૌઝાનખાન, જનરલ સેક્રેટરી-અસલમ શેખ, અબ્દુલ વહાબખાન, ખજાનચી-ફારૂક સોલંકી, ઈકબાલ ચૌહાણ, મંત્રી-તાજુદીન દણીયતા, શબ્બીર શિરોહા તથા અન્ય અગ્રણીઓ દ્વારા આ સહાય મેળવવા માટે કામગીરી કરવામાં આવી હતી.