ઢાકા, તા.૧૪
બે આસાન જીત બાદ આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય ટીમ એશિયા કપ હોકીના બહુપ્રતિક્ષિત મુકાબલામાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. ટાઈટલની પ્રબળ દાવેદાર મનાઈ રહેલી ભારતીય ટીમે પુલ એમાં બાંગ્લાદેશ અને જાપાન સામે ધમાકેદાર વિજય મેળવ્યો. શરૂઆતની મેચમાં જાપાનને પ-૧થી હરાવ્યા બાદ મનપ્રીતસિંહના નેતૃત્વવાળી ટીમે બાંગ્લાદેશને ૭-૦થી હરાવ્યું બીજી બાજું પાકિસ્તાને બાંગ્લાદેશને ૭-૦થી હરાવ્યું જ્યારે જાપાને તેને ર-રથી ડ્રો પર રોક્યું. ભારત પુલ એમાં ૬ પોઈન્ટ સાથે ટોચના સ્થાને છે. જ્યારે પાકિસ્તાન બીજા સ્થાને છે. ભારત બે જીત સાથે સુપર ચાર રાઉન્ડમાં પહોંચી ચૂક્યું છે. પ્રથમ બે મેચમાં ભારતે શાનદાર કલાત્મક રમત બતાવી અને અનેક તકો બનાવી ભારતે અમુક સારા ફિલ્ડ ગોલ કર્યા પણ પેનલ્ટી કોર્નર ચિંતાનો વિષય છે.