Ahmedabad

અશ્લીલ વીડિયોનો મામલો રાજસ્થાનનો હોવાથી જાહેરહિતની અરજીનો નિકાલ

અમદાવાદ, તા.૨૩
ગુજરાતના આદિવાસી પછાત વિસ્તારમાં એક યુવક-યુવતીને બળજબરીપૂર્વક જાહેરમાં નગ્ન કરી માર્ગો પર ફરાવી તેઓને હેરાન કરી માર મારવાના અમાનવીય અને જાતીય શોષણના વાયરલ થયેલા વીડિયો-ઘટનાને લઇ ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની રિટ અરજીનો આજે હાઇકોર્ટની ખંડપીઠે નિકાલ કર્યો હતો. રાજય સરકાર તરફથી આ સમગ્ર મામલો રાજસ્થાનનો હોઇ અને ત્યાં પોલીસ ઓથોરીટીએ એફઆઇઆર દાખલ કરવા સહિતની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી હોવા બાબતે ધ્યાન દોરતાં હાઇકોર્ટે આખરે આ કિસ્સો ગુજરાતનો નહી હોવાનો સંતોષ થતાં હાઇકોર્ટે પીઆઇએલનો નિકાલ કર્યો હતો. એડવોકેટ ગીરીશ દાસ દ્વારા પાર્ટી ઇન પર્સનની રૂએ કરાયેલી જાહેરહિતની આ રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, ગુજરાતના આદિવાસી પછાત વિસ્તારમાં એક યુવક-યુવતીને બળજબરીપૂર્વક નિર્વસ્ત્ર કરી તેઓને જાહેરમાં માર્ગ પર ચલાવી હેરાન-પરેશાન કરી માર મારવાની અત્યંત શરમજનક અને અમાનવીય ઘટનાને ઉજાગર કરતો વીડિયો અને ફોટા વાયરલ થયા છે ત્યારે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ રાજય સરકાર સહિતના સત્તાવાળાઓએ સમગ્ર પ્રકરણમાં જરૂરી તપાસ કરાવડાવવી જોઇએ. વધુમાં, આવી ઘટનાઓ ગુજરાત અને સમગ્ર રાજયના પ્રજાજનો માટે આઘાતજનક છે કારણ કે, તેમાં વ્યકિતની સ્વતંત્રતતા, બંધારણીય અધિકારો, સ્ત્રી હક્કનો સરેઆમ ભંગ થયો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadGujarat

  વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

  રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
  Read more
  Ahmedabad

  અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

  ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
  Read more
  AhmedabadGujarat

  માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

  ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.