(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
ભારતીય પુરાત્વ વિભાગે નિર્ણય કર્યો છે કે, એ તાજમહેલ જે દુનિયાના સાત અજુબાઓમાંથી એક છે અને જે ભાજપના એક નેતાના વિવાદિત નિવેદનથી વધુ ચર્ચામાં આવ્યો છે. એ તાજમહેલના સ્થળ ઉપર સગવડો અને સુવિધાઓમાં વધારો કરશે. પુરાતત્ત્વ વિભાગના નિયામક ઉષા શર્માએ તાજમહેલની મુલાકાત લીધી હતી. ત્યાં જઈને અભ્યાસ કર્યો હતો કે કઈ રીતે તાજમહેલ ઉપર સગવડો અને સુવિધાઓ વધારવામાં આવે જેથી પ્રવાસીઓનો આકર્ષક જળવાઈ રહે. ૧૭મી સદીમાં શાહજહાંએ તાજમહેલ બનાવડાવ્યો હતો. વિભાગના જોઈન્ટ સેક્રેટરીએ કહ્યું કે અમે તાજમહેલ અને હમ્પી સમેત ર૭ સ્મારકોની પસંદગી કરી છે. જ્યાં સગવડો અને સુવિધાઓ વધારવામાં આવે. આ સ્થળો ઉપર નવા પરિબળો ઉમેરવામાં આવશે અને અન્ય સુવિધાઓ વધારવામાં આવશે. યુએનઈએસસીઓ દ્વારા જે સ્મારકોને વારસાગત પુરાતત્ત્વનો દરજ્જો આપવામાં આવ્યો છે એ સ્થળો ઉપર સગવડો અને સુવિધાઓનો અભાવ છે જેમ કે શૌચાલયોમાં સ્વચ્છતાનો અભાવ સરળ રીતે પહોંચી શકાતો નથી અને અન્ય મુદ્દાઓ જેમ કે સ્મારકોની ફરતે દબાણો, દલાલો અને અનધિકૃત ગાઈડો છે. વિભાગ સ્મારકોની માહિતી માટે મોબાઈલ એપ પણ શરૂ કરવા વિચારણા કરી રહ્યું છે જેથી પ્રવાસીઓને સ્થળો બાબત સંપૂર્ણ માહિતી મળી શકે. જે માટે એમને ગાઈડોની જરૂર જ નહીં પડે. અન્ય ફિચરો જેમ કે મ્યુઝિયમો, કાયમી પ્રદર્શનો, ટચ સ્કીન મોનિટર્સ, એ ઉપરાંત પુસ્તકોની દુકાનો, સ્મારકો ઉપર લાઈટીંગ, દિવ્યાંગો માટે જુદો રસ્તો વિગેરે છે. આ કાર્ય ૩, ૬ અને ૧ર મહિનાઓમાં તબક્કાવાર કરવામાં આવશે. આ કાર્ય પૂર્ણ કર્યા પછી સ્થળોનો આંકડો ૧૦૦ સુધી કરવામાં આવશે. અધિકારીઓએ અંગત વાતચીતમાં ચર્ચા કરી અને નિર્ણય કર્યો કે ઓછામાં ઓછા એક સ્મારકને સુવિધાઓ સંપન્ન કરવાની જવાબદારી એક અધિકારીએ ઉપાડી લેવી જોઈએ. સોમવારે ભાજપ નેતા અને ધારાસભ્ય સંગીત સોમે તાજ બાબતે વિવાદીત નિવેદન આપી ચર્ચાઓ ઊભી કરી હતી. એમણે કહ્યું કે, તાજમહેલ એવી વ્યક્તિએ બનાવડાવ્યું હતું જે ભારતમાં હિન્દુઓને ખતમ કરવા ઈચ્છતો હતો. ૧૭મી સદીના તાજમહાલમાં છેલ્લા થોડાક વર્ષોથી પ્રવાસીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ સ્થળને પ્રદૂષણનો સામનો પણ કરવો પડી રહ્યો છે.