ભાજપ ધાર્મિકતાના આધારે આસામનું ‘ધ્રુવીકરણ’ કરવા NRCનો ઉપયોગ કરી રહ્યો છે : કોંગ્રેસ

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે, ભાજપની આગેવાનીવાળી સરકાર આગામી લોકસભા ચૂંટણી પહેલા ધાર્મિક રેખાઓના આધારે આસામનું ધ્રુવીકરણ કરવા રાષ્ટ્રીય નાગરિકત્વ રજિસ્ટ્રર (એનઆરસી)નો ઉપયોગ કરી રહી છે.
રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ રિપુન બોરાએ કહ્યું કે, અમને શંકા છે કે, ધાર્મિક લઘુમતી સમુદાયના અનેક લોકોના નામ એનઆરસીમાંથી દૂર કરવામાં આવશે. બોરાએ કહ્યું કે, શંકાસ્પદ મતદાતાઓ અને શંકાસ્પદ વિદેશીઓને નોટિસની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. તેમણે કહ્યું કે, તેમની પાસે જમીની અહેવાલો છે કે, અધિકારીઓએ યોગ્ય રીતે દસ્તાવેજોની ચકાસણી કરી નથી. જેના કારણે અનેક લોકોના નામ રદ કરાયા છે. ૧.રપ લાખ લોકો એવા છે જેમના નામ ટ્રિબ્યુનલ દ્વારા હજુ સુધી મંજૂર નથી કરાયા.
બોરાએ જણાવ્યું કે, યોગ્ય દસ્તાવેજો છતાં એનઆરસીમાંથી બાકાત રખાયેલા લોકો માટે કાયદાકીય લડાઈ લડવાનો નિર્ણય કોંગ્રેસે કર્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks