(એજન્સી) તા.ર
NRCનું અંતિમ ડ્રાફ્ટ જ્યારે જાહેર થઇ ગયું છે ત્યારે ૪૦ લાખ જેટલા લોકો સામે પોતાની ઓળખ સાબિત કરવાનું ગંભીર સંકટ ઊભું થઈ ગયું છે. આ લોકોને યાદીમાં સ્થાન જ મળ્યું નથી. જોકે આ અંતિમ ડ્રાફ્ટ છે પણ લોકોને દાવો કરવાની તક મળશે. જોકે જેમને યાદીમાં સ્થાન મળ્યું નથી તેઓ દાવો કરે છે કે અમારા પરિવારના સભ્યોએ પણ યાદી માટે દસ્તાવેજો રજૂ કર્યા હતા પણ તેમાંથી અમુકને સ્થાન મળ્યું અને અનેકને બાકાત રખાયા. આ સમજની બહાર છે. બરાક વેલીની પ્રસિદ્ધ હસ્તી એટલે કે કેચારથી ભાજપના ધારાસભ્ય દિલીપ પોલની પત્ની અર્ચના પોલનું નામ પણ આ યાદીમાં સામેલ નથી કરાયું. જોકે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અતાઉર રહેમાન મઝારભુઈયાને પણ આ યાદીમાં સ્થાન મળ્યું નથી જે ચિંતાનો વિષય છે. કેચરના એઆઇયુડીએફના અધ્યક્ષ સમીમુલ ઇસ્લામ અને તેમના પરિવારના સભ્યોને પણ દ્ગઇઝ્રના અંતિમ ડ્રાફ્ટમાં સ્થાન મળ્યું નથી. જોકે આ મામલે પોલ કહે છે કે આ કોઇ અંતિમ ડ્રાફ્ટ નથી એટલે ભયભીત થવાની જરુર નથી. મારી પત્નીનું નામ પણ તેમાં સામેલ નથી. તેઓ હવે દાવો કરવાની પ્રક્રિયા દરમિયાન આગળ કાર્યવાહી કરશે. તેઓ હવે અંતિમ દ્ગઇઝ્ર ડ્રાફ્ટની રાહ જોશે જે તેના પછી જાહેર કરવામાં આવશે. કરીમગંજના કોંગ્રેસ ધારાસભ્ય કમલાખ્યા ડી પુરુકાયસ્થા કહે છે કે ઘણાં લોકોએ સાચા દાવા, વાંધા અને ભૂલો બતાવી હોવા છતાં ઘણાં પરિવારના લોકોને યાદીમાંથી બાકાત રખાયા છે. આ ખોટું છે. આ ખોટી રીતે લોકોને થઇ રહેલી હેરાનગતિ જ છે. તેમણે કહ્યું કે ડ્રાફ્ટમાં ગંભીર ભૂલો કરવામાં આવી છે અને તેનો ઉદ્દેશ્ય ફક્ત લોકોને હેરાન કરવાનો જ છે. તેનાથી ખાસ કરીને ગરીબ લોકોને નિશાન બનાવાઇ રહ્યાં છે જેઓ દરરોજ કમાય છે અને દરરોજ પોતાની જરુરિયાતો પૂરી કરે છે અને હવે આવા લોકોને દ્ગઇઝ્ર કેન્દ્રોના ધક્કા ખાતા કરી દેવામાં આવ્યા છે.