આસિ. ઈજનેરે જાહેરમાં ભાજપનું સમર્થન કરતાં ફરજ પરથી સસ્પેન્ડ કરવા માગણી

સુરત, તા.ર
સુરત મહાનગરપાલિકાના આસી. ઈજનેર પ્રકાશ જામલેકર (કર્મચારી નં.૧૦૮૧૧) હાલમાં વરાછા ઝોન ખાતે પાણી વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. આ કર્મચારી સુરત મહાનગરપાલિકામાં લોકોની સેવા કરતા સુરત ભારતીય જનતા પાર્ટીની સેવા વધુ કરતા હોય તેવું તેમના દ્વારા તા.૩૧/૧૦/ર૦૧૭ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એક ચેનલ દ્વારા સાંજના સમયે ભાજપ/કોંગ્રેસની નોટબંધી, જીએસટી, સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ હાલની રાજકીય ગતિવિધિ અનુસંધાને ઝી ન્યુઝ (હિન્દી), ઝી બિઝનેશ અને ઝી ર૪ કલાક (ગુજરાતી)ની ડિબેટમાં ભાજપના અગ્રણીઓ સાથેની હરોળમાં ભાજપના કાર્યકર તરીકે બેસીને તેમને જાહેરમાં સમર્થન કરતા નજરે પડ્યા છે. આ કર્મચારીને તે સમયે સ્થળ પર મેં મારી નજરે જોયા તેમણે મને જોઈને કર્મચારી કે રાજકીય કાર્યકર ના હોય પણ સંદિગ્ધ આતંકવાદી હોય તે રીતે તેમના મોઢા પર સફેદ હાથ રૂમાલ બાંધીને બેસી રહ્યા. આ કર્મીને તેમના મોબાઈલ પર જ્યારે મેં મારા મોબાઈલ પરથી આશરે રાત્રે ૮.રર કલાકે ટેક્ષ મેસેજ કરીને “Jambekar Bha, Aape BJP Joint Kari Lidhi..? Aslam Cyclewala Councillor-SMC” કર્યું તો તેમણે મને કોઈ રિપ્લાય આપ્યો નહીં. ત્યારબાદ રાત્રે આશરે ૮ઃ૩૯ કલાકે મેં તેમને તેમના આ જ નબંર પર કોલ કર્યો તો તેમણે મારો ફોન રિસિવ ન કર્યો. આ કર્મચારીને રાજકીય ક્ષેત્રે વધુ રસ હોય તેમ તેમના આવા કાર્યોથી ફલિત થાય છે. હાલમાં ચૂંટણીની આચારસંહિતા ચાલુ હોય ત્યારે સુરત મહાનગરપાલિકાનો કર્મચારી આવી રીતે જાહેરમાં ભાજપને સમર્થન કે પ્રોત્સાહન આપે તો તેનાથી સુરત મહાનગરપાલિકાના તમામ વહીવટી તંત્ર પર ભાજપના રાજકીય રંગની શંકા ઉપજે. આવા રાજકીય કાર્ય કરતા કર્મચારીને આપ તાત્કાલિક અસરથી તેની ફરજમાંથી બરતરફ (સસ્પેન્ડ) કરવામાં આવે એવી મારી માગણી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks