EVM કોડિંગની સાથે સોફટવેર જોડતા સમયે છેડછાડ શક્ય : દિગ્વિજયસિંહ

(એજન્સી)                                      નવી દિલ્હી, તા.૧૬

કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજયસિંહે કહ્યું છે કે, ઈવીએમ મશીનોને ઉપયોગમાં લેતા પહેલાં તેમાં છેડછાડ થઈ શકે છે. ટ્‌વીટ કરી કહ્યું કે, ઈવીએમના સોફટવેર માટે ટાઈમ લખવાના સમયે કોડીંગ કરતી વખતે આ ટેમ્પરીંગ સંભવ છે. સર્વરમાંથી લખતા પહેલાં તેના સોફટવેર સાથે છેડછાડ અંગે તપાસવાની મંજૂરી આપવી જોઈએ. ચૂંટણીપંચ ઈવીએમના હેંકીંગ અંગે વિરોધોને મર્યાદિત ગણે છે. ઈવીએમમાં સોફટવેર કોડીંગ કરતાં પહેલાં પોલિટીકસ પાર્ટીઓને મંજૂરી આપવી જોઈએ. તાજેતરમાં ભાજપની ચૂંટણીમાં જીત થતાં વિપક્ષોએ ઈવીએમ સાથે શંકા કરી હતી. પરંતુ ભાજપના પ્રમુખ અમિત શાહે કહ્યું કે હાર માટે ઈવીએમને જવાબદાર ઠેરવવા એ ચૂંટણી પંચના અપમાન સમાન છે. ડાબેરી નેતાઓએ કહ્યું કે ઈવીએમ મશીન સાથે વીવીપીએટી મશીન જોડવું જોઈએ. જે લોકોમાં ચૂંટણી પંચ પ્રત્યે વિશ્વાસ સંપાદન કરશે. તેમ સીતારામ યેચૂરીએ ચૂંટણી પંચને એક પત્ર લખી જણાવ્યું હતું. કેજરીવાલ, અખિલેશ યાદવ, માયાવતીએ પણ ઈવીએમ સામે પ્રશ્નો ઊભા કર્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts