જમ્મુ કાશ્મીરમાં ગુમ થયેલ પોલીસકર્મી ઈરફાન અહમદ દાર હિઝબુલ મુજાહિદ્દીનમાં જોડાયો હોવાનો આંતકી સમૂહનો દાવો

(એજન્સી) શ્રીનગર,તા.૨૭
ઉત્તર કાશ્મીરના પુલવામાં જિલ્લા ખાતે નેહામા કાકાપોરાનો રહેવાસી સ્પેશ્યલ પોલીસ ઑફિસર ઇરફાન અહમદ દાર મંગળવારે સાંજે ગુમ થઈ ગયો હતો.
પ્રતિબંધિત આંતકી સમૂહ હિઝબુલ મુજાહિદ્દીને બુધવારે દાવો કર્યો કે, છદ્ભ-૪૭ રાઇફલ સાથે ગુમ થયેલ સ્પેશ્યલ પોલીસ ઓફિસર ઈરફાન અહમદ દાર હિઝબુલ મુજાહિદ્દીન સમૂહમાં સામેલ થયો છે. ટીવી પર આપેલા પોતાના નિવેદનમાં ઓપરેશન પ્રવક્તા બુરહાન-ઉદ-દિનએ જણાવ્યું કે, એસપીઓ ઈરફાન અહમદ દાર જે દક્ષિણ કાશ્મીરના નેહામા કાકાપોરાનો રહેવાસી છે એણે પોતાની રાઇફલ સાથે હિઝબુલ મુજાહિદ્દીનમાં જોડાયો છે. સ્થાનિય મીડિયા મુજબ, દાર મંગળવારના સાંજથી લાપતા છે. સુરક્ષા સૈન્યએ તેને શોધવાની કવાયત ચાલુ કરી દીધી છે. હિઝબુલમાં ઓપરેશન કમાન્ડર મોહમ્મદ બિન કસિમે પણ કહ્યું કે, અમે જમ્મુ કાશ્મીરની પોલીસને અપીલ કરી રહ્યા છીએ કે પોલીસકર્મીઓ તેમની નોકરી છોડીને હિઝબુલ મુજાહિદ્દીનના સમૂહમાં સામેલ થઇ જાય. મુજાહિદ્દીન તમને પ્રતિરોધ કરતા શીખવાડશે.
જ્યારે બીજી બાજુએ આંતકી સમુહે પુલવામામાં બે અન્ય એસપીઓને પણ તેમની નોકરી છોડી દેવા ધમકી આપી છે. આ ધમકી તેઓને મંગળવારે અને બુધવારે આપવામાં આવી છે. આતંકીઓએ એસપીઓ શાકિર અહમદ ભાટ અને સાજદ અહમદ સાથે મારપીટ પણ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks