આતંકવાદનો ખાત્મો બોલાવવા માટે હઝરત ઈમામ હુસેન (રદી.)એ યઝીદ સામે જંગ છેડી હતી : સૈયદ હાશ્મીમિયાં

ધોરાજી, તા.ર
ધોરાજી ખાતે ખ્વાઝા સાહેબ દરગાહ શરીફ ગ્રાઉન્ડ ખાતે રઝવી કમિટી દ્વારા આયોજિત જશ્ને શહીદે આઝમ કોન્ફન્સમાં આંતરાષ્ટ્રીય વક્તા સૈયદ હાશ્મીમિયાં અશરફી સાહેબ વાયેઝ કરવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તકે હાશ્મી સાહેબે જણાવેલ કે મુસલમાન હક પર કાયમ છે. આજથી ૧૪૦૦ વર્ષ પહેલા બેકસૂર લોકોને મોતને ઘાટ ઉતારનાર વ્યભિચારી યઝીદ નામના વ્યક્તિએ લોકો પર જુલ્મની હદ વટાવી દીધી હતી. બેકસૂર લોકોના લોહીથી પોતાના હાથને રંગનાર દીકરીને દૂધ પીતી કરવાના રિવાજને યઝીદ એ માન્યતા આપી દીધી હતી પરંતુ દીકરીઓને જીવવાનો અધિકાર છે અને યઝીદરૂપી ત્રાસવાદીએ ઠોકી બેસાડેલ કાયદાઓ નાબૂદ કરવા અને દીકરીઓને જીવન જીવવાના હક આપવા અને ત્રાસવાદ નાબૂદ કરવા માટે પયગમ્બર સાહેબના નવાસાએ સત્યને જીવંત રાખવા દીકરીને જીવવાનો અધિકાર અપાવવા ત્રાસવાદનો ખાત્મો બોલાવવા એક જંગ કર્યો હતો. જેમાં ઇમામ એ હુસેન (રદી.)એ પોતાના તથા પોતાના સમગ્ર પરિવારના પ્રાણની આહૂતિ આપી ૩૬ કલાક જેટલા સમય સુધી ભુખીયા તરસ્યા રહી અને યુદ્ધ કરેલ હતું. જેમાં ઇમામ હુસેન (રદી.)ના લશ્કરમાં માત્ર બોતેર સાથીદારોજ હતા સામે હથિયારથી સજ બાવીસ હજારના વિશાળ લશ્કર સામે લડતા લડતા સમગ્ર પરિવારના પ્રાણની આહૂતિ આપી હતી અને સત્યને જીવંત રાખવા માટે યુદ્ધ કરનાર ઇમામે હુસેન (રદી.)ના લશ્કરની જીત થઇ હતી. હાસ્મી મિયાં સાહેબે કરબલામાં થયેલ ઐતિહાસિક યુદ્ધની વાત કરતા જ ઉપસ્થિત મેદની હીબકે ચઢી હતી. અંતમાં સલામ પઢવામાં આવ્યું હતું આતકે મુફ્તી ગુલામ ગોષ અલ્વીયુલ હાશ્મી મુસ્લિમ અગ્રણી હાજી ઇબ્રાહીમભાઇ કુરેશી ઉમરભાઈ ચૌહાણ, સૈયદ હાજી ઈકબાલ બાપુ કાદરી, અમીનભાઈ નવીવાલ, સલીમભાઈ પાનવાલા, અકીલભાઇ પટેલ , હાજી ઈકરામભાઇ કાગડા, આમીરભાઈ હસનફતા, યુસુફ નવીવાલ, મોહંમદ કાસીમ ગરાના હુસેન કુરેશી, સૈયદ મતીન બાપુ રફીકભાઈ ભીમાણી સૌરાષ્ટ્રભરમાંથી સૈયદ લોકો મુસ્લિમ સમાજના આલીમ એ દિન લોકો ઉપસ્થિત રહેલ હતા.
અંતમાં રઝવી કમિટી અને હુસેની નિયાઝ કમિટીના સભ્યોનું સન્માન ભારત મંડપ ગ્રુપ તરફથી કરેલ હતું.
આ તકે સૈયદ હાજી ઈક્બાલબાપુ કાદરીના માર્ગદર્શન હેઠળ જુનેદભાઈ મત્વા અકીલભાઈ પટેલ આશીફ ભંગારવાળા સલીમભાઇ ચૌહાણ તથા ૧૦૦ કાર્યકરો એ જહેમત ઉઠાવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks