ATM માઈનિંગથી રૂપિયા સેરવી લેતા બે ઝડપાયા

અમદાવાદ, તા.૫
બેંકના એટીએમ થકી પૈસા પડાવી છેતરપિંડી આચવાની રીત વિશે આપણે જાણીએ છીએ. પૈસા પડવાવવા માટે ગઠિયા અનેક નવી રીતો શોધી લેતા હોય છે. લોકોના બેન્કના ખાતાની માહિતી મેળવી એટીએમ માઇનિંગની મદદથી છેતરપિંડી આચરવાની નવી રીતે સામે આવી છે. આ અંગે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ૩૮૧ જેટલા ઈન્ટરનેશન એટીએમ કાર્ડ સહિત અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે તેમની પાસેથી ૩૮૧ ઈન્ટરનેશનલ એટીએમ કાર્ડ, લેપટોપ, એપ્લિકેશન, મશીન અને આશરે ૧.૧૦ લાખ રોકડ રકમ કબજે કર્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ એટીએમ કાર્ડ પર ડેટા બદલી એક જ કાર્ડનો અનેક વાર ઉપયોગ કરતા હતા. આ ગેંગનો ભોગ વિદેશી નાગરિકો પણ બન્યા હોવાની શક્યતા સામે આવી રહી છે.
આ બંને આરોપીઓ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એક એસબીઆઈના એટીએમમાં રૂપિયા કાઢી રહ્યા હતા ત્યારે તેમની પાસે અનેક એટીએમ હતા ત્યારે એક વ્યક્તિ ત્યાં રૂપિયા ઉપાડવા ગયા હતા તે દરમ્યાન તેમની નજર તેની ઉપર ગઈ તેમને પોલીસને ફોન કરી ત્યારે પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને તપાસ કર્યુ ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks