આત્મસન્માન માટે કોચ પદ છોડી કુમ્બલેએ યોગ્ય નિર્ણય લીધો : અઝહર

મુંબઈ, તા.૧૦
અનિલકુમ્બલે દ્વારા ટીમ ઈન્ડિયાનું કોચપદ છોડવાના ઘણા દિવસો બાદ પૂર્વ કપ્તાન અઝરૂદ્દીને આને કુમ્બલેનો યોગ્ય નિર્ણય ગણાવ્યો છે. અઝહરે કુમ્બલેના નિર્ણયનો મચાવ કરતા કહ્યું કે આ પૂર્વે બહાન લેગસ્પિનરે પોતાના આત્મસન્માનને જોતા યોગ્ય નિર્ણય લીધો. અઝહરે કહ્યું કે મને કુમ્બલે માટે ઘણુ દુઃખ થાય છે. આ દુખદ છે કે આવા પ્રકારની વસ્તુઓ અનિલ સાથે થઈ કુમ્બલેને ઓળખવાના કારણે મને નથી લાગતુ કે તે આવા પ્રકારનો વ્યક્તિ છે કદાચ તેણે વિચાર્યુ હશે કે આત્મસન્માન ગુમાવવા કરતા દૂર થઈ જવુ સારૂ છે મને લાગે છે કે તેણે યોગ્ય નિર્ણય લીધો અઝહર હાલના કોચ રવિશાસ્ત્રીની તે ટિપ્પણીથી પણ સહમત નથી કે ભારતની છેલ્લા ર૦ વર્ષની ટીમો તે પ્રાપ્ત નથી કરી શકી જે હાલની ટીમે કર્યું છે. તેમણે કહ્યું કે ભૂતકાળની ભારતીય ટીમ હાલની ટીમથી અલગ હતી. એટલા માટે તુલના કરવી અયોગ્ય છે. તે દિવસોમાં તો શાસ્ત્રી પણ ટીમનો હિસ્સો હતો એટલા માટે તે પોતાને પણ આમા સામેલ કરી રહ્યો છે. બોલરો અલગ હતા વિરોધી ટીમો અલગ હતી એટલા માટે બે પેઢીઓ વચ્ચે તુલના કરવી મુશ્કેલ હોય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks