કોડીનારના છાછર ગામના કથિત ભ્રષ્ટાચાર મામલે ૧૭મીએ આત્મવિલોપનની ચીમકી

(સંવાદદાતા દ્વારા) કોડીનાર,તા.૧
કોડીનાર તાલુકાના છાછર ગામે સરકારની એ.ટી.વી.ટી. અને નાણાપંચ યોજના હેઠળના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં અરજદાર દ્વારા આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારાઈ છે. છાછર ગામના સામાજિક કાર્યકર ઈકબાલ મહમંદભાઈ ભાલાણીએ વિકાસ કમિશનર ગાંધીનગરને પાઠવેલ પત્રમાં જણાવ્યા મુજબ છાછર ગામે એ.ટી.વી.ટી. અને નાણાપંચ યોજનાના તમામ કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ કરી છે. જેના પગલે જિલ્લા વિકાસ અધિકારીએ આ અંગે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા ઓદેશ કર્યો હતો. તેમ છતાં આ અંગે પત્ર વ્યવહાર સિવાય કોઈ કાર્યવાહી થયેલ નથી. તેમજ તાલુકા વિકાસ અધિકારી આજદિન સુધી સ્થળ ઉપર તપાસ કરવા આવેલ ન હોય તેમને અનેકવાર રૂબરૂ રજૂઆતો કરતાં સ્ટાફ ન હોવાનો ઉડાવ જવાબ આપી ભ્રષ્ટાચારની તપાસ કરવાની પણ તસ્દી લીધી નથી. આમ કરી તેઓ ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યા છે. ભ્રષ્ટાચાર આ અરજીઓ અન્વયે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તા.૧૭/૮/૧૯ના રોજ છાછર ગામે સવારે ૧૦ઃ૩૦ કલાકે આત્મવિલોપન કરવાની ઈકબાલભાઈ ભાદરાણીએ ઉચ્ચારી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks