જૂનાગઢ,તા.ર૭
સમગ્ર રાજ્યને હચમચાવનારાં મગફળી કૌભાંડમાં દિન-પ્રતિદિન નવાં-નવાં ફણગાં ફુટી રહ્યાં છે. પરંતુ આમાં કેટલાક મોટા માથા સંડોવાયા હોય તપાસની વિગતો બહાર આવતી નથી. એક એવી પણ વિગત બહાર આવી છે કે મગફળી કૌભાંડ ખુલવાનાં કારણે સહકારી મંડળીથી ગોડાઉન સુધી મગફળીનું વહન કરનાર ટ્રક-ટ્રાન્સપોર્ટરોનાં કરોડાનાં પેમેન્ટ અટકી ગયા છે. આ બાબતે જૂનાગઢ જિલ્લાનાં ૩૯ ટ્રાન્સપોર્ટોએ વારંવાર રજૂઆત કરતાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતાં ટ્રક ટ્રાન્સપોર્ટરો પાસે કોઈ વિકલ્પ નહીં રહેતાં આત્મવિલોપન કરવાનું જાહેર કરવાની સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
Facebook
0
Twitter
0