રાજકોટમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ

જૂનાગઢ, તા. ૩૦
રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસ્થાને આજે હેતલ મકવાણા નામની મહિલાએ આત્મવિલોપનની ચીમકી આપતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો. મહિલા આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતા જ પોલીસે તેની અટકાયત કરી હતી અને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી હતી. આત્મવિલોપન કરશે તેવું જાણવા મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ફાયર સહિતનો સ્ટાફ ખડેપગે રાખી દેવામા આવ્યો હતો. મહિલાની માંગ છે કે પડધરી પાસે થયેલી મારામારીમા ભાજપના પૂર્વ ધારાસભ્ય રમેશ રૂપાપરાનું નામ ઉમેરવામાં આવે.
થોડા દિવસ પહેલા પડધરીના નાની અમરેલી ગામે મારામારી કેસમાં એફ.આઇ.આરમાં ભાજપના ધારાસભ્યનું નામ ઉમેરવા માંગ ઊઠી છે. આ કેસમાં હવામાં ફાયરિંગ થયા હતા અને મારામારી થઇ હતી અને ઇજાગ્રસ્ત રમેશભાઇ મકવાણાને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસ પર આક્ષેપ થઇ રહ્યા છે કે, પોલીસ તપાસ ઢીલી રીતે થઇ રહી છે, આજે તેની પત્ની હેતલ મકવાણા નામની મહિલા ન્યાય માટે આત્મવિલોપન કરવા આવી હતી પરંતુ આત્મવિલોપનનો પ્રયાસ કરનાર હેતલની અટકાયત કરાઇ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks