Ahmedabad

મુખ્યમંત્રીના રાજકોટ સ્થિત નિવાસ સ્થાને ઉપલેટાના ખેડૂત આત્મવિલોપન કરે તે પહેલા જ અટકાયત

ગાંધીનગર,તા.૧૦
પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીના પ્રશ્નોને લઇને છેલ્લા ૧૭ દિવસથી હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર બેઠેલો છે. ત્યારે તેમના સમર્થનમાં અને ભાજપ સરકારના વિરોધમાં ઉપલેટાના અમૃત ગજેરા આજે બપોરના ૪ઃ૩૦ કલાકે વિજય રૂપાણીના નિવાસસ્થાને આત્મવિલોપન કરશે તેવો તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પરંતુ અમૃત ગજેરાની ગત રાત્રે પોલીસે અટકાયત કરી લીધી હતી. સીએમના નિવાસસ્થાને આત્મવિપોલન કરશે તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ૩ વર્ષથી ગુજરાતની અંદર અનામતનું આદોલન ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેમની રોજબરોજ તબીયત લથડી રહી છે. છતાં પણ ઘોર નિદ્રામાં સુતેલી ગુજરાત સરકાર નથી તો માગણી સ્વીકારતી, કે નથી દેવા માફ કરતી. મને કોઇ આત્મવિલોપન કરવાનો શોખ નથી પણ ગુજરાતના ખેડૂતો કરજાના ડુંગર નીચે દબાઈ ગયા છે, હતાશ થઇ ગયા છે. વારંવાર અનામતનું આદોલન ચાલે છે. પણ ગુજરાત સરકાર દરેક વખતે લોલીપોપ આપી આ પ્રશ્નોનો સંકેલો કરી લે છે. તો આ અનામત આદોલન અને ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવા માટેના સમર્થનમાં હું આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટ ખાતે આવેલા નિવાસ સ્થાને બપોરના ૪ઃ૩૦ કલાકે આત્મવિલોપન કરીશ.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.