બેંગ્લોર,તા.ર૮
મેન ઓફ ધ મેચ ડેવિડ વોર્નરની સદી અને ફિન્ચના ૯૪ રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ ચોથી વન-ડેમાં ભારતને ૨૧ રનથી પરાજય આપવાની સાથે તેની સતત ૧૦ મેચ જીતવાનું સ્વપ્ન પણ રોળ્યું હતું. ૩૩૫ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ રોહિત શર્માના ૬૩ અને કેદાર જાધવના ૬૭ રનની મદદથી આઠ વિકેટે ૩૧૩ રન બનાવી શક્યું હતું. ભારત આ શ્રેણીમાં પ્રથમ ત્રણ મેચો જીતીને પહેલાથી જ અજેય છે પરંતુ આજની મેચ તેના માટે ઇતિહાસ રચવા સમાન હતી.
વોર્નર (૧ર૪)ની શાનદાર સદી અને ફિન્ચ (૯૪) અને હેન્ડસ્કોમ્બ (૪૩)ની ઉપયોગી ઈનિંગની મદદથી અત્રે રમાયેલી ચોથી વન-ડેમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત પ૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૩૪ રન બનાવ્યા હતા. વોર્નરે ૧૧૯ બોલની ઈનિંગમાં ૧ર ચોગ્ગા અને ચાર સિક્સર ફટકારી હતી. ભારત માટે ઉમેશ યાદવ સૌથી સફળ બોલર રહ્યો. તેણે ૭૧ રનમાં ચાર વિકેટ ઝડપી. ભારતે આજે બુમરાહ અને ભુવનેશ્વર કુમારને આરામ આપી. ઉમેશ યાદવ અને મો. શમીને તક આપી છે. જ્યારે અક્ષર પટેલનો પણ ટીમમાં સમાવેશ કર્યો.
ઓસ્ટ્રેલિયા સ્કોર બોર્ડ
ફિન્ચ કો. હાર્દિક
બો. યાદવ ૯૪
વોર્નર કો. અક્ષર
બો. જાદવ ૧ર૪
હેડ કો. રહાણે
બો. યાદવ ર૯
સ્મિથ કો. કોહલી
બો. યાદવ ૦૩
હેન્ડસ્કોમ્બ બોલ્ડ યાદવ ૪૩
સ્ટોઈનિસ અણનમ ૧પ
વેડ અણનમ ૦૩
વધારાના ર૩
પ૦ ઓવર પ વિકેટ ૩૩૪
વિકેટ પતન : ૧/ર૩૧, ર/ર૩૧, ૩/ર૩૬, ૪/ર૯૯, પ/૩૧૯
બોલિંગ :
શમી ૧૦-૧-૬૨-૦
યાદવ ૧૦-૦-૭૧-૪
અક્ષર ૧૦-૦-૬૬-૦
હાર્દિક ૫-૦-૩૨-૦
ચહલ ૮-૦-૫૪-૦
જાદવ ૭-૦-૩૮-૧
ભારત સ્કોર બોર્ડ
રહાણે કો. ફિન્ચ
બો. રિચડશન પ૩
શર્મા રનઆઉટ ૬પ
કોહલી બોલ્ડ નાઈલ ર૧
હાર્દિક કો. વોર્નર
બો. ઝમ્પા ૪૧
જાદવ કો. ફિન્ચ
બો. રિચડશન ૬૭
પાંડે બોલ્ડ કમિન્સ ૩૩
ધોની બોલ્ડ રિચડશન ૧૩
અક્ષર કો. સબ
બો. નાઈલ પ
શમી અણનમ ૬
યાદવ અણનમ ર
વધારાના ૭
પ૦ ઓવર ૮ વિકેટ ૩૧૩
વિકેટ પતન : ૧/૧૦૬, ર/૧૩પ, ૩/૧૪૭, ૪/રરપ, પ/ર૮૬, ૬/ર૮૯, ૭/૩૦૧, ૮/૩૦૬
બોલિંગ :
કમિન્સ ૧૦-૦-૫૯-૧
નાઈલ ૧૦-૦-૫૬-૨
રિચડશન ૧૦-૦-૫૮-૩
સ્ટોઈનિસ ૪.૫-૦-૩૪-૦
ફિન્ચ ૦.૧-૦-૧-૦
ઝમ્પા ૯-૦-૬૩-૧
હેડ ૬-૦-૩૮-૦