Sports

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર : ટીમ પેન કપ્તાન

મેલબોર્ન, તા.૮
આગામી મહિને યોજાનાર ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનું નેતૃત્વ ટીમ પેનને સોંપવામાં આવ્યું છે. ઈંગ્લેન્ડમાં જૂનમાં રમાનાર વન-ડે અને ટ્‌વેન્ટી-ર૦ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. પાંચ વન-ડે મેચોની સિરીઝ માટે એરોન ફ્રિન્ચ ઉપકપ્તાન રહેશે. નવા કોચ લેન્ગરના માર્ગદર્શનમાં ઈંગ્લેન્ડની ટીમમાં લીયોન અને શોન માર્શનું પુનરાગમન થયું છે. ઈંગ્લેન્ડમાં ૧૩ જૂનથી પાંચ વન-ડે મેચોની સિરીઝ શરૂ થઈ રહી છે. ર૭ જૂને એકમાત્ર ટ્‌વેન્ટી-ર૦ મેચ રમાશે.
વન-ડે ટીમ : ટિમપેન (કપ્તાન), ફ્રિન્ચ, એગર, એલેકસ કારે, હોઝલવુડ, ટ્રેવિસ હેડ, નાથન લીયોન, મેક્સવેલ, શોન માર્શ, રિચર્ડસન, કેન રિચર્ડસન, શોર્ટ, સ્ટેન લેક, સ્ટોઈનિશ, ટાઈ.
ટ્‌વેન્ટી-ર૦ ટીમ : ફ્રિન્ચ એલેક્સ કારે, એંગર, હેડ, મેડિનસન, મેક્સવેલ, રિચર્ડસન, કેન રિચર્ડસન, શોર્ટ, સ્ટેન લેક, સ્ટોઈનિશ, સ્વેપસન, ટાઈ, વિલ્ડરમૂથ.