(એજન્સી) હૈદરાબાદ, તા.૮
હૈદરાબાદના મુસ્લિમ ઓટો ડ્રાઈવરની પુત્રી અલીશાહને સરકારી મેડિકલ કોલેજમાં એમબીબીએસના અભ્યાસ માટે મફત એડમિશન મળ્યું છે. મફત એડમિશન મેળવનાર ત્રણ વિદ્યાર્થિનીઓને સિયાસતના એડિટર ઝાહિદઅલીખાને તેમની ઓફિસ પર બોલાવી તેમને સન્માનિત કર્યા હતા. આર્થિકપણે પછાત પરિવારમાંથી આવતી ત્રણ વિદ્યાર્થિનીઓને મેડિકલમાં મફત એડમિશન મેળવ્યું છે અન્ય એક વિદ્યાર્થિનીના પિતા વીડિયોગ્રાફર છે જેને ડૉ.વીઆરકે મેડિકલ કોલેજમાં મફત એડમિશન મેળવ્યું છે. કિરાણા સ્ટોરમાં રોજ મજૂરી કરતાં મજૂરની દીકરીએ પણ એ કેટેગરીમાં શાદન મેડિકલ કોલેજમાં મફત પ્રવેશ મેળવ્યો છે. કરીયર કાઉન્સિલર એમ.એ.હામિદે આ અંગે જણાવ્યું હતું કે સિયાસત નેટ કાઉન્સિલિંગ દ્વારા ૩૦૮ મુસ્લિમ વિદ્યાર્થીઓએ એમબીબીએસમાં પ્રથમ ચરણમાં જ એડમિશન મેળવ્યું છે. જ્યારે ૧૪૦ મુસ્લિમ ઉમેદવારોએ બી કેટેગરીમાં મુસ્લિમ લઘુમતી કોલેજોમાં એડમિશન મેળવ્યું છે. સિયાસતના એડિટર ઝાહિદઅલીખાન અને મેનેજીંગ એડિટર ઝાહિરૂદ્દીન અલીખાને પસંદ પામેલા તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા.