આવેદન આપતી વેળા કુલપતિ-રજિસ્ટ્રાર ગેરહાજર રહેતાં વિદ્યાર્થીઓએ ચેમ્બર્સને તાળાબંધી કરી

પાટણ, તા.૧૩
આજે પાટણ જિલ્લા એન.એસ.યુ.આઈ.ના વિદ્યાર્થીઓએ એમ.ફિલની પ્રવેશ પ્રક્રિયા તત્કાળ ધોરણે શરૂ કરવાની માગણી સાથે કુલપતિને આવેદનપત્ર આપવા આવ્યા હતા પરંતુ કુલપતિ અને રજિસ્ટ્રાર બંને ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓએ ભારે હંગામો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર દેખાવો કરી કુલપતિ અને રજિસ્ટ્રારની ચેમ્બર્સને તાળાબંધી કરી હતી. વિદ્યાર્થીઓના આવા આક્રમક વલણથી યુનિવર્સિટી કેમ્પસમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. વિદ્યાર્થી આગેવાનોએ પોતાની રજૂઆત સંદર્ભે પત્રકારોને જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતા યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએશનના તમામ કોર્સનું પરિણામ આવ્યાને ૧૦૦ દિવસ વીતી ગયા હોવા છતાં વહીવટીતંત્ર હજુ ઘોર નિંદ્રામાં હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે પી.જી.ના તમામ કોર્સના પરિણામ ૧૦૦ દિવસ પહેલાં જાહેર થયા હોવા છતાં પણ હજુ સુધી એમ. ફિલની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. વિલંબથી ઉત્તર ગુજરાત યુનિ.ના હજારો વિદ્યાર્થીઓનું એક મહત્ત્વનું વર્ષ બગડે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે. એ ગ્રેડ ધરાવનાર યુનિવર્સિટી જો પરિણામ આવ્યાને ૧૦૦ દિવસ વીતી ગયા હોવા છતાં પણ જો પ્રવેશ પ્રક્રિયા ચાલુ ના કરી શકતી હોય તો વહીવટ પર પ્રશ્નાર્થ ઊભા થાય છેેેેેે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks