Gujarat

આવારા તત્ત્વોના ત્રાસથી ત્રસ્ત લોકોએ બંધ પાળ્યો : આવેદન સુપરત

જામનગર, તા.૨૪
જામનગર શહેરમાં થોડા દિવસોથી આવારા તત્ત્વોનો ત્રાસ વધ્યો છે. જુદા-જુદા વિસ્તારોમાં વેપારીઓને કનડતા અને રહેવાસીઓને પરેશાન કરતા તત્ત્વો પરથી પોલીસનો ખૌફ ઓસરી ગયો છે જેના પુરાવા રૂપે આજે નગરના જુદા-જુદા બે વિસ્તારોમાં બે બનાવ બન્યા છે. નાનકપુરીના બનાવમાં આવારા તત્ત્વોએ કરેલી દબંગાઈ સામે વેપારીઓએ રોષપૂર્ણ બંધ પાળ્યો છે. જ્યારે ક્રિકેટ બંગલા પાસે એક વ્યક્તિ પર પાંચ બુકાનીધારીઓએ તલવાર વડે હુમલો કરી અગાઉની દાઝ કાઢી છે.
જામનગરમાં રણજીતસાગર રોડ પર આવેલી નાનકપુરી સ્થિત ગુરૂનાનકદેવ મંદિરમાં ગઈકાલે ગુરૂનાનકની જન્મજયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં દિવસભર ઉત્સવ થયા પછી ગઈકાલે રાત્રે પણ ભજન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
તે દરમ્યાન નશાની હાલતમાં તે સ્થળે ધસી આવેલા કાલુ (રહે. રાજપાર્ક) અને સુનિલ નામના બે સિંધી શખ્સોએ પોતાના સાગરિત ઈમરાન તથા હબીબે ખેલ શરૂ કર્યા હતા. આ શખ્સોએ મંદિરમાં સુતળી બોમ્બ ફોડતા ત્યાં હાજર લોકોમાં ગભરાટ પ્રસરી ગયો હતો અને મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા લોકો દોડી આવ્યા હતા, તેઓએ આ શખ્સોને આવી રીતે ફટાકડા નહીં ફોડવા સમજાવતા હમણા આવીએ છીએ તેમ કહીને ચારેય શખ્સો ચાલ્યા ગયા હતા.
તે પછી રાત્રિના સમયે ફરીથી ઝૂમતી હાલતમાં આવેલા કાલુ સહિતના ચારેયે પોતાની પાસે રહેલા બોમ્બના પેકેટમાંથી તેને સળગાવીને આજુબાજુના મકાનોમાં ઘા કરવાનું શરૂ કરતા ફરીથી ગભરાટ પ્રસર્યો હતો તે પછી આ શખ્સો પોબારા ભણી ગયા હતા. આ બનાવના આજે સવારે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઉપરોક્ત શખ્સો અવારનવાર નાનકપુરીમાં આવી દાદાગીરી આચરતા હોય વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શીત કર્યો હતો જેના પગલે સિંધી સમાજના આગેવાનો અને પોલીસ કાફલો દોડ્યા હતા. સિંધી સમાજના નાનકપુરી કોલોનીના રહેવાસીઓએ સ્થળ પર જ એક આવેદનપત્ર તૈયાર કરી સ્થળ પર આવી ગયેલા સિટી-એના પીએસઆઈ કે.કે. બુવળને સુપ્રત કર્યું હતું જેમાં તેઓએ આવારા તત્ત્વોના ત્રાસથી વિસ્તારને મુક્ત કરાવવા અને તે વિસ્તારમાં કાયમી પેટ્રોલિંગ ગોઠવવાની માગણી કરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  CrimeGujarat

  કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

  મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
  Read more
  CrimeGujarat

  વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

  વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.