એસસી/એસટી એક્ટ નાબૂદ કરવા સવર્ણ સંઘર્ષ સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું

સુરત, તા.૬
દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા એસસી-એસટી એક્ટમાં કરવામાં આવેલા સુધારાના અનુસંધાને કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા સંસદમાં બહુમતિના જોરે કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો ત્યાં સુધી ચુપ બેઠેલા સવર્ણોને અચાનક સંસદે કરેલા કાયદામાં આ ફેરબાર સામે વાંધો પડયો છે.જેથી ભારત દેશના નાગરિકો વતી આજે સવર્ણ સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા કલેક્ટરના માધ્યમથી મહામહીમ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપી દેશમાં સમરસતા વધારવા માટે એસસી-એસટી એકટ નાબૂદ કરવા રજૂઆત કવરામાં આવી હતી. સવર્ણ સંઘર્ષ સમિતિ ગુજરાત અને સવર્ણ સમાજ સુરત દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ભારત સરાર દ્વારા હાલમાં જ મંજૂરી આપવામાં આવેલ એસસી-એસટી સંરક્ષણ કાનૂન એ સરકારનું સ્વાર્થપૂર્ણ પગલું છે. સમગ્ર સવર્ણ સમાજ તેની નિંદા કરે છે જે આજની સામાજિક વ્યવસ્થા તીરાડ પાડવા સમાન છે. હાલની મોદી સરકારનું સૂત્ર સબકા સાથ સબકા વિકાસ છે તેનાથી આ પગલુ વિપરિત છે. દેશના તમામ રાજ્યોમાંથી સરકારના કાયદાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. દેશનું સર્વોચ્ચ ન્યાયાલય પણ આને અનુસૂચિત ઠેરવી ચૂક્યો છે તેથી આપને નિવેદન છે કે દેશમાં સવર્ણ અને એસસી-એસટીની વચ્ચે તીરાડ પાડવાના બદલે સમરસતાનો પ્રયત્ન કરવો જાઈએ. અન્યના સમય અને પરિસ્થિતિના દાવાનળમાં દેશ વિનાશનો કોળીયો બની જશે. આ વિનાશની ભાગીદારી ભારત સરકારની રહેશે સવર્ણ સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી તેમના માધ્યમથી મહામહીમ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સુધી રજૂઆત પહોંચાડવાની માંગ કરી છે. સવર્ણ સંઘર્ષ સમિતિ સુરતના બ્રહ્મસમાજના મનમોહન શર્મા, ઘાંચી સમાજના ગાંધી, મહિલા મંડળના લતાબેન, રીનાઝા, પરશુરામ સમાજ, બારોટ સમાજ, ગુર્જર સમાજ, રાજપૂત સમાજ, માલી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks