અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે વિપક્ષના ૮ અને શાસક પક્ષના ૧પ સભ્યોનો સભાત્યાગ

પાટણ,તા.ર૧
પાટણ નગરપાલિકાના વર્તમાન પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત અંગે મુલતવી રહેલી સા.સભા આજે બપોરે ૧-૦૦ કલાકે પુનઃ મળતા અવિશ્વાસની દરખાસ્તનો રકાશ થયો હતો. જયારે બીજી તરફ વિપક્ષના ૮ અને શાસક પક્ષના ૧પ સભ્યોએ સભા ત્યાગ કરી ચીફ ઓફિસરનો હુરિયો બોલાવી તેમની ચેમ્બરને તાળાબંધી કરી સૂત્રોચ્ચાર કરતા પાલિકાની સા.સભામાં ફરી એકવાર અનેરૂ નાટક ભજવાયું હતું.
પાટણ નગરપાલિકામાં બહુમતી ધરાવતા કોંગ્રેસના શાસક પક્ષના ચૂંટાયેલા ૩પ સભ્યોના બે જૂથ વચ્ચેની આંતરિક લડાઈનો અંત નહીં આવતા આજે વર્તમાન પ્રમુખ અલકાબેન જે. પટેલની સામે શાસક પક્ષના ૧૭ સભ્યો દ્વારા રજૂ કરેલી અવિશ્વાસની દરખાસ્ત અંગે પુનઃ મળેલી ખાસ સામાન્ય સભામાં ફરી એકવાર નાટક ભજવાયું હતું. સભાની શરૂઆતમાં શાસક પક્ષના મહિલા સભ્ય હંસાબેન પરમારે પોતાની સાથે ચીફ ઓફિસરે કરેલી ગેરવર્તણૂક અને પોતાના પતિ ઉપર કરેલી ખોટી ફરિયાદનો જવાબ માગતા અને દવાનો છંટકાવ કરવામાં પણ ભેદભાવભરી નીતિ દાખવતા હોવાની વાત રજૂ કરી ચીફ ઓફિસરને ઉભા થઈ જવાબ આપવાનું જણાવતા સભા અધ્યક્ષે આ મામલા દરમ્યાનગીરી કરી આ મુદ્દો આગામી બોર્ડમાં લેવાશે તેમ કહેતા મામલો થાળે પડયો હતો. ત્યાર બાદ સભાનું કામકાજ શરૂ થતા વિપક્ષના ડો. નરેશ દવે, મનોજ પટેલે ઉભા થઈ જણાવ્યું કે ગત સામાન્ય સભામાં કારોબારી ચેરમેનની અવિશ્વાસની દરખાસ્તનો મુદ્દો આજની શા. સભામાં મુકવાનું કહ્યું હોવા છતાં કેમ નથી મુકાયો તેમ કહી ચીફ ઓફિસરે કાયદાનો ભંગ કર્યો હોવાથી અમો સભાનો બહિષ્કાર કરીએ છીએ તેમ કહી ચીફ ઓફિસર સમક્ષ વિપક્ષના ૮ સભ્યો ધસી જઈ તેઓની સામે બંગડિઓ ફેકી ચીફ ઓફિસર વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરી સભા છોડી ગયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks