અવિશ્વાસની દરખાસ્ત : ચંદ્રબાબુ નાયડુની પાર્ટીએ મોદી સરકારને ખતરનાક શ્રાપ આપ્યો

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ શુક્રવારે મોદી સરકાર સામે લોકસભામાં અવિશ્વાસની દરસ્ખાત રજૂ કરી હતી. ટીડીપીના સાંસદ જયદેવગલ્લાએ અવિશ્વાસની દરખાસ્ત પર બોલતાં કહ્યું કે, મોદી સરકારે આંધ્રપ્રદેશ માટે કરેલા વાયદા પૂરા કર્યા નથી. તેમણે કહ્યું કે, આ આંધ્રપ્રદેશના લોકોનું મોદી સરકાર સામે ધર્મયુદ્ધ છે. અમે શ્રાપ આપીએ છીએ કે, જો અમારી સાથે વિશ્વાસતઘાત થશે તો ભાજપ ખતમ થઈ જશે. અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન કરનાર વિપક્ષી દળોનો ટીડીપીના નેતા ચંદ્રબાબુ નાઈડુએ આભાર માન્યો હતો. જયદેવ ગલ્લાએ કહ્યું કે, આંધ્રના વિભાજન બાદ નવું રાજ્ય તેલંગાણા નહીં પરંતુ આંધ્ર બન્યું. વડાપ્રધાને આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું વચન આપ્યું હતું. પરંતુ તે પૂરું કર્યું નથી. વિભાજન બાદ તમામ સંશાધનો તેલંગાણા પાસે જતા રહ્યા. આંધ્ર પર દેવાનો બોજ વધી ગયો. ગલ્લાના નિવેદન સામે તેલંગાણાના રાષ્ટ્ર સમિતિના સભ્યોએ હંગામો શરૂ કરી દીધો. ગલ્લાએ કહ્યું કે, ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં ૧૦ વર્ષ સુધી વિશેષ દરજ્જો આપવાની વાત કરી હતી. દેશના બીજા રાજ્યોની માફક આંધ્રપ્રદેશ સાથે ભેદભાવ કરાયો. તેમણે વકતવ્યમાં ભાજપને ચેતવણીના બદલે શ્રાપ આપી હલચલ મચાવી દીધી કે જો આંધ્રના લોકો સાથે વિશ્વાસઘાત થશે તો ભગવા દળનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks