(એજન્સી) તા.૮
હમીરપુરમાં રર વર્ષ પહેલા થયેલી એક સામુહિક હત્યા માટે ભાજપ ધારાસભ્ય અશોક ચંદેલની સભ્યતા આ આધારે રદ કરી દેવામાં આવી છે કે તેમને અલાહબાદ હાઈકોર્ટે દોશી ગણાવ્યા છે. યુપી વિધાનસભાના અધ્યક્ષ હ્યદય નારાયણ દિક્ષિતે ગુરૂવારે ભાજપને ૧૯ એપ્રિલથી પૂર્વવ્યાપી અસરથી અયોગ્ય જાહેર કરવાની જાહેરાત કરી, જે દિવસ હાઈકોર્ટે તેમને દોશી જાહેર કર્યા હતા. અશોક ચંદેલની વિરૂદ્ધ કેસ રપ જાન્યુઆરી, ૧૯૯૭નો છે, જયારે સ્થાનિક ભાજપ નેતા રાજીવ શુકલા અને ચંદેલની વચ્ચે નજીવી કારણે વિવાદના કારણે ગોળીબાર થયો હતો, જેમાં શુકલાના બે મોટા ભાઈ રાકેશ, રાજેશ અને ભત્રીજા અંબુજ, વેદ નાયક અને શ્રીકાંત પાંડે સહિત પાંચ લોકોના મોત થયા હતા. ગોળીબારમાં બે બાળકો સહિત પાંચ વ્યકિતઓને ગોળી વાગી હતી, ત્યાર બાદ ચંદેલ અને અન્ય નવની વિરૂદ્ધ એક એફઆઈઆર દાખલ કરાવી હતી. તપાસ બાદ અશોક ચંદેલ અને અન્યની વિરૂદ્ધ આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યું હતું. તમામ ૧૦ આરોપીઓને ૧પ જુલાઈ, ર૦૦રના દિવસે એડિશનલ જિલ્લા અને સત્ર ન્યાયધીશ, હમીરપુર દ્વારા આ આધાર પર મુકત કરવામાં આવ્યા હતા. કે સાક્ષીઓની જુબાની શંકાસ્પદ છે. આ નિર્ણયને રાજીવ શુકલાએ હાઈકોર્ટની સમક્ષ પડકાર આપ્યો જેણે નિર્ણય પલ્ટી નાખ્યો પૂર્વ સાંસદ અને હમીરપુરથી ચાર વખતના ધારાસભ્ય રહેલા અશોક ચંદેલે ૧૯૮૯માં એક સ્વતંત્ર ધારાસભ્ય તરીકે પોતાના રાજકીય કરીયરની શરૂઆત કરી હતી. આ દરમ્યાન, હમીરપુર બેઠક પર ઉપચૂંટણી હવે ૧૧ અન્ય વિધાનસભા ક્ષેત્રોની ઉપચૂંટણીની સાથે થશે.