આયુર્વેદની નવી ૬ કોલેજોને મંજૂરી મળી : ૧રપ૦ બેઠકો થવાની શક્યતા

આયુર્વેદની ચાલુ વર્ષે મંજૂર થઈને આવનારી કોલેજોની યાદી

હાલમાં ચાલુ વર્ષે ગુજરાતમાં નીચેની ત્રણ કોલેજોની મંજૂરી મળી ચૂકેલ છે

૧. સરકારી આયુર્વેદ કોલેજ ભાવનગર-પ વર્ષ માટે … ૬૦ બેઠક

ર. સુરતની ઓ.પી.નાઝર- ગ્રાન્ટીનેડ કોલેજ સુરત …. ૬૦ બેઠક

૩. ધન્વંતરી આયુર્વેદ કોલેજ સર્વનિર્ભર-કાંઈડમ બાલાસિનોર…. પ૦ બેઠક

૧૭૦ બેઠકો મંજૂર થયેલ છે

સંભવિત મંજૂરી મેળવાવની શકયતાવાળી જૂની કોલેજોમાં

૪. સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ-અમદાવાદ….૬૦ બેઠક

પ. સરકારી આયુર્વેદ કોલેજ વડોદરા …. ૬૦ બેઠક

૬. સરકારી આયુર્વેદ કોલેજ જૂનાગઢ …. ૬૦ બેઠક

૭. ગુલાબ કુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય (અર્ધસરકારી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર….૧૦૦ બેઠક)

૮. નડિયાદ…. ૬૦ બેઠક

૯. પારૂલ વાઘોડિયા ….. ૧૦૦ બેઠક

૧૦. વલ્લભવિદ્યાનગર-વાઘોડિયા …. ૬૦ બેઠક

૧૧. રાજકોટની ગાર્ડી કોલેજ…. ૬૦ બેઠક

સ્વનિર્ભર કોલેજ – ર૮૦ કોલેજ જૂની

આ વર્ષથી ૬ નવી કોલેજોને મંજૂરી મળવાની શકયતા છે.

૧ર. ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ રાજકોટ – ૬૦ બેઠક

૧૩. મંજુશ્રી આયુર્વેદ કોલેજ વિદ્યાલય-ગોયેન્ડા, ગાંધીનગર…. ૧૦૦ બેઠક

૧૪. શ્રી સ્વામિનારાયણ આયુર્વેદ કોલેજ વલસાડ …. ૬૦ બેઠક

૧પ. આરએમડી વાગલધાર આયુર્વેદ કોલેજ વલસાડ …. ૬૦ બેઠક

૧૬. ઈવા-આયુર્વેદ કોલેજ, સૂપેડી જૂનાગઢ …. ૬૦ બેઠક ઉપરાંત ૧ સરકારી આયુર્વેદ કોલેજને નવી મંજૂરી મળે તેમ છે.

૧૭. મોડલ ઈન્સ્ટીટયુટ ઓફ ગુજરાત, કોલવડા ગાંધીનગર…. ૧૦૦ બેઠક

 

(સંવાદદાતા દ્વારા)       અમદાવાદ, તા.ર

પ્રવેશ સમિતિ દ્વારા મેડિકલ વિદ્યાશાખામાં પ્રવેશો ફાળવી દેવાયા છે ત્યારે સુપ્રીમકોર્ટે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ લંબાવતા ડેન્ટલ અને આયુર્વેદિક વિદ્યાશાખામાં પ્રવેશ કાર્યવાહી ચાલુ છે જે અનુસંધાને આયુર્વેદની નવી ૬ કોલેજોને મંજૂરી મળતા નવી ૪૪૦ બેઠકોનો વધારો થયો છે. આગામી દિવસો ૧રપ૦ જેટલી બેઠકો આયુર્વેદ વિદ્યાશાખામાં વધી શકે છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ કોર્સિસ દ્વારા હાલ મેડિકલ વિદ્યાશાખામાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે. જ્યારે ડેન્ટલના વિદ્યાર્થીઓના હિતમાં તેમજ સુપ્રીમકોર્ટના આદેશ પ્રમાણે તેઓની પ્રવેશ પ્રક્રિયાની તારીખ તા.૭મી ઓકટોબર સુધી લંબાવવામાં આવી છે. જો કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસીન આયુર્વેદિક કોલેજોને મંજૂરી આપે તો વિદ્યાર્થીઓ તેમાં પ્રવેશ મેળવી શકશે. અગાઉ આયુર્વેદની ત્રણ કોલેજોની ૧૭૦ બેઠકોને મંજૂરી મળી હતી જેમાં ૬ નવી કોલેજોને મંજૂરી મળવાની શકયતાઓ સેવાઈ રહી છે. ૬ કોલેજોની કુલ ૪૪૦ બેઠકો વધવાની શકયતાઓ છે. જ્યારે કાઉન્સિલ તરફથી સંભવિત મંજૂરી મેળવવાવાળી ૮ કોલેજોની પ૬૦ બેઠકો પણ આગામી સમયમાં ઉમેરાઈ શકે છે. જે ટોટલ ૧૧૭૦ બેઠકો થવાથી શકયતાઓ સૂત્રોએ વ્યકત કરી હતી જેમાં નવી કેટલીક બેઠકો પણ ઉમેરી ૧રપ૦ થવાની સંભાવના વ્યકત કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts