આઝાદીની બીજી લડત લડવી પડશે : ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલ

(એજન્સી)નવી દિલ્હી, તા.ર૭
જો ભારતીય સંવિધાનને તેના મૂળ રૂપમાં રાખવામાં આવશે નહીં તો દેશમાં અરાજકતાનો માહોલ પેદા થઈ શકે છે. આજની લડાઈ સંવિધાન વગરના મનુવાદની છે. સંવિધાનમાં આપવામાં આવેલ ન્યાય, સમાનતા ભ્રાતૃત્વ અને આઝાદીની ગેરેંટીને સંભાળી રાખવાની પડકાર છે. કારણ કે કેટલીક શક્તિઓ એની પર કુઠારાઘાત કરવાના પ્રયત્નો કરી રહી છે.
સોમવારે કાંન્સ્ટીટ્યુશન કલબમાં ડેપ્યુટી ચેરમેન હોલમાં ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલના મહાસચિવ ડો.મો.મન્જૂર આલમે કહ્યું તેઓ આગામી ૩૦ જુલાઈના રોજ તાલ-કટોરા ઈન્ડોર સ્ટેડિયમમાં સંવિધાન બચાઓ-દેશ બનાઓ’ વિષય પર આયોજીત રાષ્ટ્રીય સંમેલનથી સંબંધિત બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ રાષ્ટ્રીય સંમેલન ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલ ટ્રુથ સીકર્સ ઈન્ટરનેશનલ અને અમીર ખુસરો ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત તત્ત્વાધાનમાં કરવામાં આવી રહ્યું છે.
ડો.મન્જૂર આલમે કહ્યું કે દેશની સામે પ્રસ્તુત પડકારો માટે આઝાદીની બીજી લડત લડવી પડશે, આ લડાઈ અમને બીજી વખત ગુલામ બનતા અટકાવવા લડવી છે. સંવિધાનને બચાવવું આજે રાષ્ટ્રીય મુદ્દો છે અને તેની સુરક્ષા માટે આપણે રાષ્ટ્રીય આંદોલન ચલાવવું પડશે. સંવિધાને ‘હમ ભારત કે લોગ’ કહી અમને ઓળખ આપી અને આ ઓળખ ત્યાં સુધી જ રહેશે જ્યારે સંવિધાન સુરક્ષિત રહેશે. સુપ્રીમકોર્ટના એક નિર્ણય વિશે ચર્ચા કરતા કહ્યું. ૧૩ ન્યાયાધીશોની એક બેંચે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ જણાવી કહ્યું હતું કે સંવિધાનનું ઢાંચું બદલી શકાય નહીં. આ બેઠકમાં પૂર્વ સાંસદ તથા પૂર્વ સભ્ય-રાષ્ટ્રીય અનુસૂચિત જાતી આયોગ, ભારત સરકાર સભા બહેને કહ્યું કે મિલ્લી કાઉન્સિલ દ્વારા આયોજીત કાર્યક્રમ મિલ્લી નહીં, પણ મિલન કાર્યક્રમ હોવું જોઈએ, આજે સભ્યની હાર છે, અને જૂઠા પ્રચાર પ્રોપેગંડાની જીત છે. જૂઠ્ઠા પ્રચારના મહારથી જનતાને મૂર્ખ બનાવી રહ્યા છે. અમારૂં સંવિધાન પરમ પાવન છે અને વિશ્વનું સર્વશ્રેષ્ઠ લેખિત સંવિધાન છે. પૂર્વ આઈ.પી.એસ. અધિકારી તથા આદર્શ સમાજ પાર્ટીના અધ્યક્ષ ડો.ચંદ્રપાલે કહ્યું કે માનવતા, સમ્માન અને આઝાદી અમારા સંવિધાનના મૂળ તત્ત્વ છે. વિષમતાનો અંત લાવવામાં નહીં આવે તો આઝાદીનો કોઈ અર્થ જ નથી. વિષમતા હિંસાથી નહીં, પણ તર્કથી દૂર થવી જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks