ગેરકાયદે કામોમાં સામેલ બાબાઓને ફાંસીએ ચઢાવી દો : બાબા રામદેવ

(એજન્સી) નવી દિલ્હી,તા.ર૧
યોગગુરુ સ્વામી રામદેવ રાજસ્થાનના કોટામાં કહ્યું કે જે સાધુઓના ચરિત્ર સારા નથી અને જે સાધુ ગેરકાયદે કામ કરે છે તેઓને ફાંસી પર લટકાવી દેવા જોઈએ. તેમણે કહ્યું કે જે રીતે જનપ્રતિનિધિઓ જેવા સાંસદ, ધારાસભ્યો, મુખ્યમંત્રી, વડાપ્રધાનનો એક પ્રોટોકોલ હોય છે, એ જ પ્રકારની મર્યાદા સાધુઓની પણ છે. ખુદને સાધુ કહેનાર પોતાને પણ પાલન કરવું જોઈએ. બાબાએ કહ્યું કે માત્ર ભગવા વસ્ત્ર પહેરવાથી કોઈ સાધુ નથી બની જતો. તેમણે કહ્યું કે તેમનું આચરણ અને ચરિત્ર પણ ઉચ્ચસ્તરનું હોવું જોઈએ. ધર્માચાર્યોને પણ જોઈએ કે તેઓ એવા સંન્યાસીઓની ગેરેન્ટી લે, હું પોતાના ગુરુકુલના બધા સભ્યોની ગેરેન્ટી સ્વયં લઉં છું. બાબા રામદેવે કહ્યું કે જે સરહદનું અતિક્રમણ કરે છે ન માત્ર તેને જેલ મોકલવા જોઈએ પણ તેને ફાંસી પર ચડાવી દેવા જોઈએ. તેમનાથી કોઈપણ પ્રકારનું સમાધાન ન કરવું જોઈએ. ભગવા પહેરીને સાધુ બનનારા પર વ્યંગ કરતા કહ્યું કે, નોકરીનો દાયરો હોય છે, દરેક કામ માટે એક પ્રોટોકોલ હોય છે, એવામાં બાબાઓની સાથે પણ છે. યોગગુરુ બાબા રામદેવની આ ટિપ્પણી ખૂબ જ પ્રખ્યાત દાંતી મહારાજ પર રેપનો આરોપ લાગ્યા બાદ આવ્યા છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આ કેસની તપાસ કરી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks