National

બાબરી મસ્જિદના પુનઃનિર્માણની ચળવળ ચાલુ રહેશે : એએમયુ વિદ્યાર્થીઓનું સંગઠન

(એજન્સી) આગ્રા, તા. ૬
અયોધ્યામાં બાબરી મસ્જિદની શહાદતની ૨૬મી વરસીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના યુનિયન (એએમયુએસયુ)એ બાબરી મસ્જિદના પુનઃનિર્માણ માટે ચળવળ ચાલુ રાખવાની જાહેરાત કરી છે અને સુપ્રીમકોર્ટમાં કરવામાં આવેલી અપીલ જોરદાર રીતે લડવામાં આવશે. એક લેખિત નિવેદનમાં વિદ્યાર્થી યુનિયનના પ્રમુખ એમ.સલમાન ઇમ્તિયાઝે જણાવ્યું કે અગ્રણી હિન્દુઓની કબૂલાત અને દસ્તાવેજી પુરાવાઓ પર આધારિત મુસ્લિમોનો મજબૂત કેસ છે. સુપ્રીમકોર્ટ સમક્ષ પડતર અપીલ્સમાં સફળતા હાંસલ થવાની અમને ભારે આશા છે. તેમણે જણાવ્યું કે મુસ્લિમ સમુદાયે અત્યાર સુધી ધૈર્ય રાખ્યું છે અને આ સંયમ મુસ્લિમોએ ચાલુ રાખવો જોઇએ. સરકારે દેશમાં શાંતિ અને સદ્‌ભાવનાની ખાતરી કરવી જોઇએ અને દેશમાં અશાંતિ સર્જવા માટે ઇવેન્ટ્‌સનું આયોજન કરનારા હિન્દુત્વ બળો પર ચાંપતી નજર રાખવી જોઇએ. ઇમ્તિયાઝે જણાવ્યું કે ૧૯૯૨ની ૬ઠ્ઠી ડિસેમ્બરે અયોધ્યામાં બાબરી મસ્જિદ શહીદ કરવામાં આવી હતી અને કારસેવકોએ અયોધ્યા શહેરમાં આવીને ૪૦૦ વર્ષ જૂની ઐતિહાસિક મસ્જિદ શહીદ કરી નાખી હતી. ભારતના દુઃખદ ઇતિહાસનો આ એક ભાગ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.