કોલકાતા, તા.રર
ઓસ્ટ્રેલિયાના કપ્તાન સ્ટીવ સ્મિથને એ સમજાતું નથી કે બધા ફોર્મેટોમાં તેની ટીમની બેટિંગ નિષ્ફળ કેમ જઈ રહી છે. ભારત વિરૂદ્ધ બીજી વન-ડેમાં વિજય માટે રપ૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા ૪૩.૧ ઓવરમાં ઓલઆઉટ થઈ ગયું. તેના સાત બેટ્સમેન ડબલ ફીગરમાં પહોંચી શક્યા નથી. સ્મિથે મેચ બાદ કહ્યું કે આ સતત થઈ રહ્યું છે અને મને આ સમજાઈ રહ્યું નથી. તેણે કહ્યું કે આ કહેવું મુકેલ છે કે આવું કેમ થઈ રહ્યું છે. આમાં ફેરફાર કરવો જરૂરી છે. આ માટે દબાણમાં સારું રમવું પડશે. તેણે કહ્યું કે અમે ઘણી સારી તૈયારી કરી છે. હવે અમારે મેદાન ઉપર તેના પર અમલ કરવાનો છે. અમારે સારી ભાગીદારી કરવી પડશે અને ભૂલોથી બચવું પડશે. ભારત જેવી ટીમ સામે આવી ભૂલો કરી શકાય નહીં. તેણે કહ્યું કે અહિયા બેસીને વાત કરવાથી કંઈ થવાનું નથી. ખેલાડીઓએ મેદાન પર પોતાની રણનીતિ પર અમલ કરવો પડશે.