(એજન્સી) બુલંદશહેર, તા.૧૮
બુલંદશહેરમાં ૧૭ વર્ષની એક દલિત છોકરી પર ગામના ચાર યુવકોએ બળાત્કારનો પ્રયાસ કરી તેના ઘરને સળગાવી દીધું હતું. આ ઘટના માર્ચ ર૦૧૭માં બની હતી કારણ ફકત જાતિય નફરત. પીડિત છોકરી સોનલ (નામ બદલ્યું છે) તે હવે ભાગ્યે જ ઘરની બહાર નીકળી શકે છે. તેને દુનિયા સમક્ષ ચહેરો બતાવતાં શરમ આવે છે. પીડિતા કહે છે કે અમે વાલ્મીકી છીએ. જમીન લીઝ પર લઈ પાકા મકાન બનાવ્યા છે. પંડિતો અદેખા છે. તેઓ અમને ગામની બહાર ધકેલવા માંગે છે. તેથી અમારા ઘર બાળી નાખ્યા. સોનલ હવે ગાઝીયાબાદ સ્થળાંતર કરી ગઈ છે. ૧૪ માર્ચ-ર૦૧૭ના રોજ બનેલી ઘટનાનું પીડિતાએ વિવરણ કરતાં કહ્યું કે રાત્રે હું મારા ઘરે પશુઓને ચારો નાંખવા ગઈ હતી. ચાર લોકો આવ્યા અને મને બાથમાં ભીડી લીધી. તેઓ મને શેડમાં ખેચી ગયા અને મારવા લાગ્યા પછી તેણીએ ચીસ પાડી બાજુમાં સૂતેલા ભાઈને બોલાવ્યો પરંતુ તે બેભાન બની ગઈ.
પીડિતાના ભાઈએ કહ્યું કે બહેનની ચીસ સાથે રડતી સાંભળી દોડી આવ્યો. પરંતુ બીજા કેટલાક શખ્સોએ આવી તેને ખેતરમાં ખેંચી જઈ માર મારી ફેંકી દીધો. પીડિતાને બાજુના વગડામાં ખેંચી જઈ ફેંકી દીધી. લાકડીઓ અને લોખંડના દંડા વડે માર માર્યો તેણી બેભાન બની ગઈ. તેણી બાદમાં બુલંદ શહેરની હોસ્પિટલમાં ભાનમાં આવી. પંડીતોએ તેમના ઘરોની તોડફોડ કરી. પોલીસને સમયે ગામમાં હાજર હતી. ઘર બળતુ હતું ત્યારે પોલીસો ચા-પાણી કરતા હતા.
દરમ્યાન ગામના ચોકીદારે કહ્યું કે પીડિત દલિત પરિવારે જાતે જ ઘરને આગ લગાડી હતી અને પંડિતોને બદનામ કરવાની કોશીશ કરી છે. પોલીસે પીડિતાની ફરિયાદ બાદ ૧૬ પંડિતો સામે ફરિયાદ દાખલ કરી. ગંભીર આરોપો જેવા કે રેપ, હિંસા, અત્યાચાર છતાં તમામ આરોપીઓ બુલંદ શહેર સેશન કોર્ટ દ્વારા છૂટી ગયા.
પંકજ શર્મા આ એકલા આરોપીએ કહ્યું કે સોનલના પરિવારે એસસી/એસટી કાનૂનનો દુરૂપયોગ કર્યો છે. આ કેસ દલિત બ્રાહ્મણનો નથી. સોનલનો ભાઈ ખૂબ જ દારૂ પીને ગાળો બોલતો હતો અને પાડોશી દલિતના ઘરે પથ્થરો ફેંકતો હતો ત્યારે અમે હંગામો જોઈ ત્યાં ગયા હતા અને મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી. કોઈ રેપનો કેસ નથી. તમામ આરોપો ખોટા છે. પીડિતાના ભાઈ રાજાને બીજા દિવસે ખરાબ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ તેની મારપીટ કોણે કરી તે અમે જાણતા નથી. પીડિત પરિવારના પાડોશી દલિતે પણ આ કેસ બનાવટી હોવાનું નિવેદન આપ્યું હતું. ધી ક્વીન્ટને પીડિતાના ભાઈએ કહ્યું કે પાડોશી દલિતને પ લાખ આપી મારી સામે કેસ મજબૂત કરાવ્યો છે. પ લાખ રોકડા, પ એકર જમીન આપી અમારી સામે બોલવા તૈયાર કર્યો છે. લાલચથી તે દલિત પાડોશી અમારી સામે બોલે છે. પંડિતો રોજ ધમકી આપી કેસને પતાવી દેવા કહે છે. પંડીતોએ ધમકીને ખોટી ગણાવી હતી. પંકજ શર્મા નામના આરોપીએ કહ્યું કે હરીજનો રોજ કચરો સાફ કરવા આપે છે. ધમકી હોત તો ગામ છોડી ગયા હોત. ૮૦ ટકા એટ્રોસિટીની ફરિયાદો ખોટી હોય છે.
લોકસભાએ એસસી/એસટી એકટ કડક બનાવ્યો. સુપ્રીમ કોર્ટે એટ્રોસિટીના આરોપીઓ માટે કેટલીક રાહત આપી હતી. તેને નવા કાનૂન દ્વારા રદ કરાઈ.