Gujarat

સાવરકુંડલાના પીઠવડી ગામના લોકોએ લોકસભા ચૂંટણીના બહિષ્કારનું બ્યુગલ ફૂંક્યું

અમરેલી, તા.૪
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જ અમરેલી જિલ્લામાં ચૂંટણી બહિષ્કારના બેનરો ગામના જાહેર ચોકમાં મારીને મતદાનનો બહિષ્કાર કરીને પીવાના પાણી, વિકાસના કામો મુદ્દે તંત્ર સામે સાવરકુંડલાના પીઠવડી ગામે પહેલ કરી છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના પીઠવડી ગામે આજે પીવાના પાણીના બોર ડુકી જવા અને ગામમાં પાણી માટે કુવા કરવાની માગ સાથે પીઠવડીના સરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્યોએ ગામના જાહેર ચોકમાં લોકસભાની ચૂંટણી બહિષ્કારનું બ્યુગલ ફૂંકયું છે હજુ ઉનાળો બાકી છે ત્યાં પીવાના પાણીનો પોકાર ઉઠતા ગ્રામજનોની સમસ્યા નિવારવા ચૂંટણી બહિષ્કારના બેનરો મારીને સ્થાનિક યુવાઓએ નેતાઓ મત માંગવા આવે છે પણ ગામની સમસ્યાઓ નિવારવા ડોકાતા ન હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો.
દરેક ચૂંટણી વખતે ભાજપ હોય કે કોંગ્રેસ મત લેવા વચનોની લ્હાણી કરે છે અને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નેતાઓના દેખાતા પાણી માટે ઉનાળો ચાલુ નથી થયો ત્યાં પીવાના પાણી માટે પોકારો કરીને ગામમાં બેનરો મારીને નેતાઓ સામે અવાજ ઉઠાવ્યો છે. ચૂંટણી સમયે મત માગનારા નેતાઓ અત્યારે કોઈ ફરકતા નથી આથી વિકાસના કામો અને પીવાના પાણીની સમસ્યા મુદ્દે સરપંચે ગામમાં બેનરો મારીને ગામની પાણી સમસ્યા નિવારવા તંત્ર સામે પડકાર ફેંક્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.