અમદાવાદ,તા.૪
જીટીયુ દ્વારા લેવાયેલી સિવિલ એન્જિનિયરિંગની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ઉચ્ચ ક્રમે આવી ગોલ્ડમેડલ મેળવનાર જમાલપુર તેજસ્વી યુવાન શેખ અમીર હમ્ઝા, ખેલો ઈન્ડિયા ચેમ્પિયનશીપમાં ગોલ્ડમેડલ મેળવનાર સુહાના શેખ, સિલ્વર મેડલ મેળવનાર રૂખસાના શેખ, ખેલ મહાકુંભમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર ઈમ્તિયાઝ મનસુરી, નેશનલ મેડાલીસ્ટ મોહમ્મદ હુસેન અન્સારી, સ્ટેટ પ્લેયર સીઝરા રંગરેજ વગેરેનું માનવ અધિકારી પ્રોટેકશન (અમદાવાદ) તથા નવનિર્માણ સેવા ટ્રસ્ટ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. સિવિલ એન્જિનિયરિંગમાં સમગ્ર ગુજરાત ખાતે ગોલ્ડ મેડાલીસ્ટ બની અમીરહમઝા શેખે ગુજરાતનું નામ રોશન કરેલ છે. તેનું તાજેતરમાં મહાતમા મંદિર ગાંધીનગર ખાતે જીટીયુના કોન્વોકેશન સમારોહમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે ગોલ્ડ મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેની સાથો સાથ આજ રોજ હવેલી પોલીસ સ્ટેશનના સીનીયર પી.આઈ. એન.એન.પરમાર, પોલીસ સ્ટાફ, માનવ અધિકાર પ્રોટેક્શન (અમદાવાદ), નવનીર્માણ સેવા ટ્રસ્ટ દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં જમાલપુર ઉર્દુ સ્કૂલના પ્રિન્સીપાલ શાબીર શેખ, ટીચર સ્ટાફ, સ્કૂલના નાના ભૂલકાઓ, વાલીસ્ટાફ, ઓલ ઈન્ડિયા ઉલેમા બોર્ડ (ઓકાફ)ના મુફીસ અહમદ અન્સારી, સજ્જાદ બોઝ વિવિધ એનજીઓ, ટાય્કોન્ડો કોચ રાજા રોક ઉપસ્થિત રહ્યા હતા. સન્માનિત કરાયેલ તમામ વિજેતાઓે તમામ વિદ્યાર્થીઓને એક સંદેશો પાઠવ્યો હતો. કે જો માણસને કંઈક પ્રાપ્ત કરવું જ હોય તો તેને પામવા તનતોડ મહેનત કરે તો તેને પોતાની ઘરની પરિસ્થિતિ, ગરીબી કે લાચારી કશુ જ નડતા નથી. જે તેઓએ સાર્થક કરી બતાવ્યું છે.